ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન સુપર લીગની સિઝન-2ની ઘોષણા

11:05 AM Apr 26, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનના આયોજનની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ, GSFAને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની અપેક્ષા છે, જેનાથી આપણા રાજ્યમાં ફૂટબોલના વિકાસને વધુ વેગ મળશે.

આજે આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ GSL સિઝન 2 માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, નથવાણી દ્વારા સત્તાવાર GSL ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કરાયું હતું.

GSL ટાઇટલ માટે સ્પર્ધા કરનારી છ ફ્રેન્ચાઇઝી ટીમો અમદાવાદ એવેન્જર્સ (સાહિલ પટેલ અને શાલિન પટેલ), ગાંધીનગર જાયન્ટ્સ (પ્રશાંત સંઘવી અને અનન્યા સંઘવી), કર્ણાવતી નાઈટ્સ (અદ્વૈતા પટેલ અને યશ શાહ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (કુશલ પટેલ), સુરત સ્ટ્રાઇકર્સ (અલકેશ પટેલ), વડોદરા વોરિયર્સ (કમલેશ ગોહિલ) મુજબ છે.

ઉપસ્થિતોને સંબોધન કરતા પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સુપર લીગ તેની બીજી સિઝનમાં પ્રવેશી રહી છે અને તેના સાક્ષી બનવું એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલના વિકાસમાં પોતાની સમર્પણભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં, હું ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવું છું, કારણ કે GSL પ્રારંભિક સિઝનને સફળ બનાવવાનું તેમના સહયોગ વિના શક્ય નહોતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

GSFAએ નક્કી કર્યું છે કે 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત સુપર લીગ સિઝન 2ની ઉદ્દઘાટન મેચ આગામી 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂૂ થશે.

Tags :
gujaratgujarat newsGujarat State Football Association
Advertisement
Next Article
Advertisement