ગુજરાત વિશેષ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલાયું
વિધાનસભાના તાજેતરમાં યોજાયેલા ચોમાસુ સત્રમાં પસાર કરાયેલા પાંચમાંથી ચાર વિધેયકને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા મંજૂરી અપાઇ છે. જ્યારે ગુજરાત વિશેષ (સ્પેશીઅલ) કોર્ટ વિધેયકમાં ક્રિમિનલ લોને લગતી જોગવાઇઓ હોવાથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું છે.જેમાં ભ્રષ્ટાચારીઓ, બુટલેગરો, ગેંગસ્ટરો અને જાહેર સેવકો વિગેરેની આવક કરતા વધુ તમામ પ્રકારની મિલકત-સંપત્તિ ઉપર જપ્તીનો સકંજો કસતું અને તેના સંબંધિત કેસ સ્પેશિયલ કોર્ટમાં ચલાવવાની જોગવાઇ કરતા વિધેયકને ભ્રષ્ટાચાર સામે લડાઇ તરીકે ગણાવી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રજૂ કરાયું હતું. જો કે તેને નિયમાનુસાર ક્રિમિનલ કાયદાને લગતી બાબત રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે તે મુજબ આ વિધેયક રાષ્ટ્રપતિને રીફર કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. તેમની મંજૂરી મળ્યા બાદ તેને કાયદા તરીકે રાજ્યમાં અમલી બનાવી શકાશે.
તે ઉપરાંત અન્ય ચાર વિધેયક જીએસટી સુધારા, ખાનગી યુનિવર્સિટીને લગતું વિધેયક, ગુજરાત માનવ બલિદાન અને કાળા જાદુ નિર્મૂલનને લગતા વિધેયકને મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત દારૂૂ અને ડ્રગ્સની હેરાફેરી કરતા વાહનો પકડાય તેની કોર્ટના ફાઇનલ ચૂકાદા પૂર્વે જ હરાજી થઇ શકે તેવી મુખ્ય જોગવાઇ ધરાવતા વિધેયકને પણ રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે વિધેયકોને મંજૂરી આપવામાં આવી છે તેને અમલી બનાવવા માટે નિયમો ઘડીને કાયદા તરીકે આગામી સમયમાં અમલી બનાવવામાં આવશે.
90 મિનિટનો સંકલ્પમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે થયેલા નુકસાન પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે તાકીદની નોટિસ પર કૃષિ મંત્રી જવાબ રજૂ કર્યો હતો. તથા ચોથા સત્રમાં પસાર થયેલા અને રાજ્યપાલની મંજૂરી મળેલા વિધેયકો વિધાનસભાના મેજ પર મુકવામાં આવ્યા હતા. જે બાદ ધારાસભ્યના રાજીનામા અંગે વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરી હતી. જે બાદ સરકારી વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત માનવ બલિદાન તથા કાળા જાદૂ અટકાવવા અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરાયા હતા.