રોજગારી આપવામાં 62 ટકા સાથે ગુજરાત આઠમા સ્થાને
સ્કીલ ડેવલપમેન્ટના દાવાનો ફૂટેલો પરપોટો: સરકારના દિશાવિહીન વહીવટનો ભોગ બનતા રાજ્યના યુવાનો: કોંગ્રેસ
સમગ્ર દેશના યુવાનો - વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ, માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમથી 11 વિવિધ સેક્ટરના ઈન્ડિયા સ્કીલ રીપોર્ટ-2025માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-1ના માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા. જેના માટે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નિતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી (એન્જીનીયર)એ જણાવ્યું હતું કે, સ્કીલ ઈન્ડિયા 2025માં જાહેર કરાયેલા અહેવાલમાં યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ5 રાજ્યમાં પણ ગુજરાતનો સમાવેશ નથી. સ્કીલ રીપોર્ટ-2025માં વિદ્યાર્થીઓની રસરૂૂચી, નોકરી આપનારની જરૂૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે. રોજગાર ક્ષમતામાં ગુજરાત દેશના ટોપ-5 રાજ્યમાં પણ યુવાનો માટે સમાવેશ થતો નથી. રોજગારની ક્ષમતામાં ગુજરાત 62% સાથે 8માં સ્થાને છે. રોજગાર ક્ષમતા ધરાવતા શહેરોમાં 60.63% સાથે અમદાવાદ 10માં ક્રમાંકે સ્થાન ધરાવે છે.ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિના કારણે રાજ્યના ઓળખ સમા નાના ઉદ્યોગોને તાળા લાગી રહ્યાં છે. જી.આઈ.ડી.સી.માં 50 ટકા ઉદ્યોગો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. નાના-મધ્યમ કદના ઉદ્યોગો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, જન શિક્ષણ સંસ્થાન, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, મુખ્યમંત્રી ભવિષ્ય લક્ષી કૌશલ્ય વિકાસ યોજના, કૌશલ્ય યુનિવર્સીટી સહીતના તમામ યોજનો બાદ પણ ગુજરાત કૌશલ્ય થકી રોજગાર મેળવવામાં ટોપ પાંચ રાજ્યોમાં સ્થાન નથી મેળવી શક્યું. વર્ષ 2024માં પુરુષોની રોજગાર દર 51.8 % હતો જે વધી વર્ષ 2025મા નજીવો વધારો થવાની ધારણા છે જયારે મહિલાઓના રોજગારમાં મોટો ઘટાડો નોધાય તેવી ધારણા રીપોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.
છેલ્લા 10 વર્ષના સ્કીલ રીપોર્ટથી એ વાત સ્પષ્ટ થાય છે કે, આટલી ગંભિરતા હોવા છતાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર ગંભિરતા દાખવતી નથી, જેના લીધે મોંઘુ શિક્ષણ મેળવ્યા બાદ પણ ગુજરાતના યુવાનો તકોથી વંચિત રહે છે. બેન્કિંગ, ફાઈનાન્સ, સર્વિસ, ઈન્સ્યોરન્સ, BOP, ઈન્સ્યોરન્સ, BPO, KPKPO, ITES,, ઓઈલ, ગેસ પાવર, સ્ટીલ, એન્જીનીયરીંગ, ઓટોમેટીવ, ઓટોમોબાઈલ, FMCG, હોસ્પિટાલીટી, ટુર્સ-ટ્રાવેલ્સ, સોફ્ટવેર, ટેલીકોમ સહિતના 11 થી વધુ સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત અન્ય રાજ્યોની જેમ અગ્રેસર રાજ્યોમાં ક્યારે બનશે?
ભાજપ શાસકોના છેલ્લા 27 વર્ષના દિશાવિહીન, સાતત્ય વિનાની નીતિ, શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવના પરિણામે ગુજરાતના યુવાનો સામે મોટો પડકાર ઉભાં થયાં છે. ગુજરાતના યુવાનોને સારા રોજગાર માટે અન્ય રાજ્યમાં જવાની ફરજ પડી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ, શ્રમ-રોજગાર વિભાગે ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ નકૌશલ્યથ પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્તી કરવાને બદલે આઉટસોર્સિંગ એજન્સીના નામે ભાજપ સરકારના મળતિયાઓ મજા કરી રહ્યાં છે. દર વર્ષે સ્કીલ ડેવલપમેન્ટ માટે કરોડો રૂૂપિયાના નાણા ફાળવવા અને જાહેરાતો કરતી ભાજપ સરકાર ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે.
રોજગાર ક્ષમતા ધરાવતા ટોપ-5 શહેરો
મહારાષ્ટ્ર 84.00 % પુણે (મહારાષ્ટ્ર) 78.32%
દિલ્હી 78.00 % બેંગ્લોર (કર્ણાટક) 76.48 %
કર્ણાટક 75.00 % મુંબઈ (મહારાષ્ટ્ર)72.45%
આંધ્રપ્રદેશ 72.00 % ન્યુ દિલ્હી 70.22%
કેરળ 71.00% થીરુસુર 72.15 %