For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તરકાશી નજીક ગુજરાતની યાત્રી બસ પલટી, 18ને ઇજા

04:30 PM Jun 12, 2025 IST | Bhumika
ઉત્તરકાશી નજીક ગુજરાતની યાત્રી બસ પલટી  18ને ઇજા

રાજકોટ-અમદાવાદના 30થી વધુ મુસાફરો સાથે બસ ચારધામની યાત્રાએ જતી હતી, ત્રણની હાલત ગંભીર

Advertisement

ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને એસડીઆરએફ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જરૂૂરી કામગીરી શરૂૂ કરી હતી. અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં એક યાત્રી રાજકોટથી, બે અમદાવાદથી અને એક ઉદયપુરના હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા હતા. બસ અકસ્માતની જાણકારી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. બાદમાં તાકીદે બચાવ અને રાહત ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. રેસ્કયુ ટીમે ગંભીર રીતે ઘાયલ લોકોને તરત જ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલ્યા હતા અને સામાન્ય ઈજા પહોંચેલા લોકોને સ્થળ ઉપર જ ઈલાજ અપાયો હતો.

Advertisement

બસ વળાંક લઈ રહી હતી અને આ સમયે બ્રેક ન લાગતા બનાવ બન્યો હોવાનું પણ કહેવાય રહ્યું છે. જેને વધુ ઈજા પહોંચી છે તેવા યાત્રીમાં કંકૂબેન નાયક (અમદાવાદ), સતીશ પંડયા (અમદાવાદ), ચંદ્રિકાબેન (રાજકોટ) હોવાનું અહેવાલોથી જાણવા મળ્યું હતું.

ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા હતા. નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર એક બસ પલટી જવાની માહિતીથી ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 11 જૂનના રોજ એક બસ ઉત્તરકાશીથી કેદારનાથ તરફ જઈ રહી હતી. નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર ટિપરીથી લગભગ 1.5 કિલોમીટર આગળ પહોંચતા જ બસ અનિયંત્રિત થઈને રસ્તા પર પલટી ગઈ હતી. દુર્ઘટના દરમિયાન બસમાં લગભગ 35 યાત્રીઓ સવાર હતા, જેમાંથી લગભગ 18 લોકો ઘાયલ થયા હતા.

સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસનને આ દુર્ઘટનાની જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ અને એસડીઆરએફ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બચાવ્યા હતા. બસમાં સવાર ત્રણ યાત્રીઓ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર નંદગાંવમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement