For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત વિધાનસભા અંદાજ સમિતિ તા.16થી 4 જિલ્લાના અભ્યાસ પ્રવાસે

05:01 PM Dec 13, 2025 IST | Bhumika
ગુજરાત વિધાનસભા અંદાજ સમિતિ તા 16થી 4 જિલ્લાના અભ્યાસ પ્રવાસે

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે.

Advertisement

જે અંતર્ગત આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, દરિયાઈ સૃષ્ટિના જતન-સંવર્ધન, એશિયાટિક સિંહોના વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.

આ ઉપરાંત સમિતિના સભ્યો સ્થાનિક નાગરિકો સાથે વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરશે તેમ, ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સમિતિ સંભવિત તા. 16 ડિસેમ્બર, મંગળવારના રોજ જામનગર ખાતે આવેલા વનતારાની મુલાકાત લેશે. બીજા દિવસે તા. 17 ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા મરીન નેશનલ પાર્ક અને પોરબંદરના બરડા અભ્યારણની મુલાકાત લેશે. પ્રવાસના અંતિમ દિવસ એટલે કે તા. 18 ડિસેમ્બરના રોજ આ અંદાજ સમિતિ સોમનાથ મંદિર અને સાસણ ગીરની મુલાકાત લેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement