ગુજરાતના નેતાઓ મધુસૂદન મિસ્ત્રી, મેવાણીને કોંગ્રેસમાં મહત્ત્વની જવાબદારી
મિસ્ત્રીને મહારાષ્ટ્રમાં સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવાયા
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂૂ કરી છે. આના માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. પાર્ટીએ અજય માકનને આ સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે મણિકમ ટાગોર, જિજ્ઞેશ મેવાણી અને શ્રીનિવાસ બીવીને તેના સભ્ય બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે હરિયાણા ઉપરાંત મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર માટે પણ સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. પાર્ટીએ મહારાષ્ટ્રમાં મધુસૂદન મિસ્ત્રીને કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે. આ સિવાય સપ્તગીરી શંકર ઉલ્કા, મન્સૂર અલી ખાન અને શ્રીવેલ્લા પ્રસાદને સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી સ્ક્રીનિંગ કમિટીમાં ગિરીશ ચોડંકરને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે પૂનમ પાસવાન અને પ્રકાશ જોશીને સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. આ સ્થિતિમાં કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી દીધી છે. આ અંતર્ગત કોંગ્રેસે રાજ્યમાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ સાંસદો ચૂંટાયા છે. જ્યારે 2019માં અહીં કોંગ્રેસના 31 ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા.