રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધા સંપન્ન

04:57 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા અને વેઇટ લિફટીંગ એસોસિએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું તા.13/09/2024, શુક્રવારના રોજ સાંજે 05:00 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધાનો મેયર નયનાબેન પેઢડીયા તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં અવ્યો હતો.
આ સ્પર્ધામાં પ્રાસંગીક ઉદબોધન કરતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે બોડી બિલ્ડીંગ સ્પર્ધાનો હેતુ મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરોને તેમની પ્રતિભા દર્શાવવા અને સ્પર્ધા કરવા, યુવાનોમાં સ્વસ્થ જીવન અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા, યુવાનોમાં ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીને પણ પ્રોત્સાહન આપવા અને મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરો માટે આ એક આકર્ષક તક અને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરાએ જણાવેલ કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ, વ્યાયામ, પ્રાણાયામ, રમત- ગમતને ખાસ પ્રોત્સાહન આપી શરીરની તંદુરસ્તી જાળવવા ભાર મુકેલ છે. સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ પણ આપણા દેશના વડાપ્રધાને સમજાવેલ છે. બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે 6 થી 8 માસ સુધી સતત વ્યાયામ કરતા રહેવું પડે છે જે ખુબ જ અઘરું છે. પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા વ્યાયામ જરૂૂરી છે.આ ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધા અન્વયે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયામીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો વિનુભાઈ સોરઠીયા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, મેનેજર નિરજ વ્યાસ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, વોર્ડ ઓફિસર નિરજ રાજ્યગુરુ, સંસ્થાના પ્રતિનિધિ ભીમભાઈ કેશવાલા, અસપાક, બહોળી સંખ્યામાં બોડી બિલ્ડીંગ સ્પર્ધાના સ્પર્ધકો અને નગરજનો ઉપસ્થિત રહેલ. આ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવેલ. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી બહોળી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, મેડલ્સ તથા ટ્રોફી એનાયત કરવામાં આવેલ.

આ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ઉપસ્થિત મહાનુભાવો અને ઉપસ્થિત સ્પર્ધકોનું શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયામીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. પુષ્પ અને ખાદીના રૂૂમાલ વડે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સંસ્થાના પ્રતિનિધિ ભીમભાઈ કેશવાલા અને અસપાક દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવાામં આવેલ.

Tags :
gujaratGujarat Kesari Body Building Competitiongujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement