રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાત દેશમાં સૌથી મોંઘું, મહિને સામાન્ય જીવન જીવવા 46,800નો ખર્ચ

02:33 PM Sep 13, 2024 IST | admin
Advertisement

હિમાચલ પ્રદેશ સૌથી સસ્તું, બીજા નંબરે મહારાષ્ટ્ર, ફિનશોટ્સનો સરવે જાહેર

Advertisement

ફિનશોટ્સ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સરવેમાં ચોંકાવનારા ખુલાસા થયા. સરવે મુજબ ભારતમાં કોસ્ટ ઓફ લિવિંગ (જીવન ગુજરાન માટે ખર્ચ) મામલે ગુજરાત દેશનું સૌથી મોંઘુ રાજ્ય છે. જ્યાં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને લગભગ 46000 રૂૂપિયાની પડે. જ્યારે સૌથી જીવન સૌથી સસ્તુ પડે એ રાજ્ય છે હિમાચલ પ્રદેશ જ્યાં દર મહિને જીવન ગુજરાન 23000 રૂૂપિયાની જરૂૂર પડે છે.

ફિનસોટ્સ દ્વારા જાહેર કરાયેલા સર્વે મુજબ સમૃદ્ધિમાં ગુજરાત ભલે દેશના ટોપ ફાઈવ રાજ્યમાં આવતું હોય પરંતુ સામાન્ય જીવન જીવવા માટે ગુજરાત સૌથી મોંઘુ રાજ્ય છે. દેશના તમામ રાજ્યમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન ખુલ્લાસો થયો છે કે, ગુજરાતમાં લોકોની સરેરાશ આવક કરતા પણ જાવકનો રેસિયો ઘણો ઉંચો છે. ગુજરાતમાં મીનીમમ વેજીસદર 413 રૂપિયા છે મતલબ કે શ્રમિકોને 30 દિવસની મજુરીના માંડ રૂા. 13000 મળે છે તેની સામે જાવક સરેરાશ દર મહિને રૂા. 46,000 જેવી એટલે કે, ત્રણ ગણાથી પણ વધુ છે.

દેશના 28 રાજ્યોમાં સૌથી નીચલા ક્રમે આવતાં હિમાચલમાં રહેવા માટે 23.6 હજારમાં એક મધ્યમ વર્ગીય વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. ઉપરોક્ત સર્વે ગરીબ અને પૈસાદાર નહીં પરંતુ નોકરી કરતાં મધ્યમક્રમના મધ્યમવર્ગ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર રાજ્ય છે જ્યાં એક આદર્શ પરિવારને ઘર ચલાવવા માટે 45.4 હજારનો ખર્ચ થાય છે. એ પછી મિઝોરમ ત્રીજા ક્રમે છે, જ્યાં 43.5 હજારની માસિક ખર્ચની જરુરિયાત રહે છે.
કર્ણાટકમાં 43.2 હજારની આવકમાં એક મધ્યમ વર્ગીય પરિવાર પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે.

બિહાર અને ઓરિસ્સા જેવા ગરીબીનો સામનો કરતાં રાજ્યોમાં પણ આ ખર્ચ 25.9 હજાર અને 26.9 હજારનો છે. પરંતુ હિમાચલમાં લોકો પહાડી જીવન જીવતા હોવાથી તેમનો મૂળભૂત ખર્ચ ઓછો હોવાથી હિમાચલ મોંઘવારીમાં સૌથી તળીયે છે.

ગોવા જેવું આંતરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા રાજ્યમાં ટુરિઝમ ભલે મોંઘું છે પરંતુ અહીંનું કોસ્ટ ઓફ લિવિંગ ગુજરાત કરતા સસ્તું છે. ગોવામાં એક આદર્શ પરિવાર 38 હજારમાં શાંતિથી જીવી શકે છે. ઉત્તર પ્રદેશ જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં કોસ્ટ ઓફ લિવિંગ 29.9 હજારનું છે. હિમાચલ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, પુડુચેરી, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગાલ, ઉત્તર પ્રદેશ અને કેરાલા જેવા રાજ્યોનું કોસ્ટ ઓફ લિવિંગ 30000 થી 23000ની વચ્ચે છે, જે ગુજરાત કરતાં અડધાથી નજીક જ કહી શકાય.

મધ્યમ ક્રમે આવેલા મેઘાલય, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આસામ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, ત્રિપુરા, મણિપુર 30000 થી 33000 ની વચ્ચે આવે છે.

ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ભાડા વધું છે. ખાસ કરીને શહેરોમાં સામાન્ય રીતે ભાડું 10000થી ચાલુ થાય છે. જેની સાથે લાઈટ બિલ અને પરિવહનનો ખર્ચ વધુ હોવાથી અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોસ્ટ ઓફ લિવિંગ વધુ છે એવું નિષ્ણાંતો માને છે.

જીવવા માટે કયા રાજ્યમાં કેટલો ખર્ચ

રાજય ખર્ચ
ગુજરાત 46.8 હજાર
મહારાષ્ટ 45.5 હજાર
મિઝોરમ 43.5 હજાર
કર્ણાટક 43.2 હજાર
હરિયાણા 39.2 હજાર
તેલંગાના 37.7 હજાર
પંજાબ 36.5 હજાર
મણિપુર 33 હજાર
ત્રિપુરા 32.4 હજાર
તમિલનાડુ 32.2 હજાર
જમ્મુ-કાશ્મીર 32.2 હજાર
ઉત્તરાખંડ 31.3 હજાર
આસામ 30.9 હજાર
છત્તીસગઢ 30.7 હજાર
આંધ્રપ્રદેશ 30.3 હજાર
રાજસ્થાન 30.1 હજાર
મેઘાલય 30.1 હજાર
કેરલ 20.9 હજાર
ઉત્તર પ્રદેશ 29.9 હજાર
પશ્ચિમ બંગાળ 29.8 હજાર
મધ્ય પ્રદેશ 29.2 હજાર
પુડુચેરી 28.4 હજાર
ઝારખંડ 28.3 હજાર
ઓરિસ્સા 26.4 હજાર
બિહાર 25.9 હજાર
હિમાચલ પ્રદેશ 23.6 હજાર

Tags :
800costing 46CountrygujaratGujarat is the most expensivegujarat newsnormal life
Advertisement
Next Article
Advertisement