For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શીત લહેરથી ગુજરાત ઠૂંઠવાયું, આબુમાં બરફની ચાદર છવાઈ

04:50 PM Dec 13, 2024 IST | Bhumika
શીત લહેરથી ગુજરાત ઠૂંઠવાયું  આબુમાં બરફની ચાદર છવાઈ
Advertisement

ગુજરાતમાં હવે શિયાળાની મોસમ સંપૂર્ણ રીતે છવાઈ ગઈ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. કેટલાક સ્થળોએ આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજુ યથાવત રહેવાની શક્યતા છે. દરમિયાન, અમદાવાદના ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ)એ જણાવ્યું હતું કે શુક્રવાર અને શનિવારે ગુજરાતમાં શીત લહેર થવાની સંભાવના છે. ગુજરાતના પડોશી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ઘટીને -3 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે, જેના કારણે સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો છે.

માઉન્ટ આબુમાં ગુરુવારે સવારે બરફની ચાદર છવાઈ ગઈ હતી અને વાહનો બરફથી ઢંકાઈ ગયા હતા. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. સમગ્ર વિસ્તારમાં હવામાન શુષ્ક છે. ગુરુવારે શહેરનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવારે નલિયામાં લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી હતું જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું હતું.
વાસ્તવમાં જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે.

Advertisement

ગુજરાતમાં હિમવર્ષાના કારણે તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઠંડીનું મોજુ ફરી વળવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી 20.8 ડિગ્રી નોંધાયું હતું. જેમાં ગુજરાતના કાશ્મીરના નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહ્યું હતું. આવી કડકડતી ઠંડીમાં અહીંના લોકો ગભરાઈ ગયા હતા. જ્યારે રાજકોટમાંં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement