For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો: હજુ નહીં ગાઈ શકે ચાર બંગડીવાળું ગીત, કોર્ટે લંબાવ્યો સ્ટે

06:20 PM Mar 26, 2024 IST | Bhumika
કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો  હજુ નહીં ગાઈ શકે ચાર બંગડીવાળું ગીત  કોર્ટે લંબાવ્યો સ્ટે

Advertisement

કિંજલ દવેને વધુ એક ઝટકો લાગ્યો છે. કિંજલ દવે સામે ચાર બંગડીવાળું ગીત ગાવાને લઇને મુકાયેલો સ્ટે 28 માર્ચ સુધી લંબાવાયો છે. હાઈકોર્ટે આ ગીત પરનો સ્ટે ફરી એકવાર લંબાવી દીધો છે. અગાઉ હાઇકોર્ટે આ સ્ટે 26 માર્ચ સુધી એટલે કે આજની તારીખ સુધી લંબાવ્યો હતો.જે પછી આજે ફરીથી કોર્ટે સ્ટેને 28 માર્ચ સુધી લંબાવ્યો છે.

રેડ રિબોન એન્ટરટેઇનમેન્ટ દ્વારા સેશન કોર્ટમાં આ મામલે કિંજલ દવે સામે કેસ કરવામાં આવ્યો છે. . જેમાં સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો. સેશન્સ કોર્ટે અગાઉ તેના ચુકાદામાં કોપીરાઈટનો દાવો ફગાવી દીધો હતો. જેના બાદ હાઈકોર્ટમાં આ મામલે પડકાર ફેંકાયો જેના પર હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને ફેરવી નાખતાં કિંજલ દવે પર જાહેરમાં આ ગીત ગાવા સામે રોક લગાવી દીધી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement