For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાણી પુરવઠા બોર્ડને ગુજરાત હાઇકોર્ટની લપડાક

04:57 PM Sep 02, 2024 IST | admin
પાણી પુરવઠા બોર્ડને ગુજરાત હાઇકોર્ટની લપડાક

વિલંબિત ગ્રેચ્યુઇટી પર વ્યાજ ચૂકવવાના હુકમને પડકારતી અપીલ નામંજૂર

Advertisement

વિલંબીત ચુકવાયેલ ગ્રેચ્યુઇટી પર વ્યાજ ચુકવવા અંગે પાણી પુરવઠા બોર્ડએ કરેલ અપીલ ગુજરાત હાઇકોર્ટ રદ કરતો હુકમ કર્યો છે. ભારતીય મજદુર સંઘની યાદી જણાવે છે કે ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગ હેઠળના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમા નોકરી કરતા અને વય નિવ્રુત થતા કર્મચારી / અધીકારીઓને આ બોર્ડ દ્વારા મનસ્વી રીતે નિવ્રુતી બાદ ઘણાજ વિલંબથી ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવામા આવતી હતી ઘણા કેસમા નિવ્રુતીબાદ 3-4 વર્ષ બાદ ગ્રેચ્યુઇટી ચુકવવામા આવેલ છે આવુ લગભગ વર્ષ 2020 સુધી ચાલતું હતું.

બોર્ડની આવી નિતી સામે ભારતીય મજદુર સંઘ રાજકોટ દ્વારા વર્ષ 2021 થી જે તે કર્મચારીને વિલંબથી ચુકવાયેલ ગ્રેચ્યુઇટીની રકમ પર વ્યાજ ચુકવવા જે તે જીલ્લામા મદદનિશ મજુર કમીશ્નર સમક્ષ કેસ દાખલ કરવાની શરુઆત કરી અને રાજકોટ, જામનગર, દેવભુમી દ્વારકા, જુનાગઢ, અમરેલી અમદાવાદ સુરત વગેરે જીલ્લાઓમાં આવા કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ તમામ ગ્રેચ્યુઇટી અરજીઓમાં નિયંત્રણ અધીકારીઓએ અરજીઓ મંજુર કરી વિલંબથી ચુકવાયેલ ગ્રેચ્યુઇટીની રકમો પર કર્મચારીની નિવ્રુતીની તારીખથી 30 દીવસ બાદથી ખરેખર ગ્રેચ્યુઇટીની રકમ્નુ ચુકવણુ થયા તારીખ સુધીના સમયગાળા માટે 10 ટકા સાદુ વ્યાજ ચુકવવા હુકમો કરવામા આવેલ હતા.

ઉપરોક્ત તમામ જીલ્લાના કંન્ટ્રોલીંગ ઓથોરેટી અને મદદનિશ શ્રમ આયુક્તના વ્યાજ ચુકવવાના તમામ હુકમો સામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપેલીટ ઓથોરેટી અને નાયબ શ્રમ આયુક્ત સમક્ષ અપિલો દાખલ કરેલ હતી આ તમામ અપિલો જે તે એપેલીટ ઓથોરેટી અને નાયબ શ્રમ આયુક્ત દ્વારા રદ કરી કંન્ટ્રોલીંગ ઓથોરેટીના હુકમો યથાવત રાખતા હુકમો કરેલ હતા.

એપેલીટ ઓથોરેટી અને નાયબ શ્રમ આયુક્તો દ્વારા બોર્ડની બધીજ અપિલો રદ કરવાના હુકમો સામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અપિલના હુકમો સામે ગુજરાત હાઇકોર્ટ મા નિચે મુજબની એસ.સી.એ. દાખલ કરવામા આવેલ હતી

બોર્ડ દ્વારા કર્મચારી/ અધીકારીઓ સામે દાખલ કરેલ એસ.સી.એ. વગેરે દાખલ કરવામાં આવેલ હતી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાણી પુરવઠા બોર્ડનીજે તે કર્મચારી/ અધીકારી સામે દાખલ કરેલ તમામ અપિલો ડીસમીસ કરેલ છે અને જે તે કર્મચારી/ અધીકારીને વ્યાજની રકમ 4 અઠવાડીયામા ચુકવી આપવા ચુકાદા આપેલ છે આમ પાણી પુરવઠા બોર્ડની તમામ અપિલો ગુજરાત હાઇકોર્ટ કાઢી નાખી કર્મચારી તરફે કંન્ટ્રોલીંગ ઓથોરેટીના હુકમો માન્ય રાખતા ચુકાદો આપેલ છે અને અંતે સત્યનો વિજય થયો છે.

આ ચુકાદાઓથી પાણી પુરવઠા બોર્ડના નિવ્રુત કર્મચારી/ અધીકારીઓને વ્યાજની રકમ રૂ. 40 લાખ જેટલી મળવાપાત્ર થશે.

આ કામમાં કંન્ટ્રોલીંગ ઓથોરેટી અને અપિલ ઓથોરેટી ખાતે અરજદાર વતી ભારતીય મજદુર સંઘના હસુભાઇદવેના સીધા માર્ગદર્શન હેઠળ મુસાભાઇ જોબણએ હાજર રહી દલીલો કરેલ હતી. જ્યારે ગુજરાત હાઇકોર્ટ ખાતે ધારાશાસ્ત્રી કુ અશ્ર્લેશાબહેન પટેલ અને જીત રાજ્યગુરુ રોકાયેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement