ગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: ધમકીભર્યો ઇ-મેલ મળતા બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસની તપાસ શરૂ
06:47 PM Aug 20, 2025 IST | Bhumika
Advertisement
ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિનો ધમકીભર્યો ઇ-મેલ મળતા બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટને બે મહિનામાં ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
Advertisement
સમગ્ર ઘટનાને લીએન સોલા પોલીસ સ્ટેશનના PI કે. એન ભૂકણએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટને ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો જેને લઈને પોલીસ હાઈકોર્ટમાં પહોચી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને હાઈકોર્ટમાં તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ 9 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાઈકોર્ટના ઇ-મેલ પર અજાણી વ્યક્તિએ ઇ-મેલ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Advertisement