ગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ સ્કવોડ-બોમ્બ સ્કવોડથી ચેકિંગ શરૂ
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેઇલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. હાઇકોર્ટના રજિસ્ટ્રારના મેઇલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસનેકરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતોઅનુસાર ઈમેલ મળતાં જ હાઇકોર્ટ વહીવટીતંત્રે અધિકારીઓને ચેતવણી આપી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ટીમો સ્થળ પર પહોંચી હતી અને હાઇકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપે, પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રિસેસ બાદ કોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું છે. હાલમાં સિક્યોરિટી ચેકિંગ ચાલું છે.