રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં જૂન-2023 કરતાં આ વર્ષે જીએસટીની આવકમાં થયો 14%નો વધારો

05:33 PM Jul 02, 2024 IST | admin
Advertisement

ગુજરાત રાજયમાં સ્ટેટ જીએસટીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જીએસટીની આવકમાં દેશભરમાં ગુજરાત મોખરાનુ સ્થાન ધરાછે છે. ત્યારે ફરી ગુજરાતમાં એક મહિનાના કલેકશનમાં વધારો થયો છે. રાજયમાં ગત જૂન-2023 કરતા આવર્ષે જૂન-2024માં 14% જેટલા આવકમાં વધારો થયો છે.

Advertisement

જુન-2024 માં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી રૂા.9,589 કરોડની આવક થયેલ છે જે જુન-2023 કરતાં 14% વધુ છે રાજ્યને જીએસટી હેઠળ જુન-2024 માં રૂા.5,561 કરોડની આવક થયેલ છે જે જુન-2023 માં થયેલ આવક કરતાં 10% વધુ છે રાજ્યને જુન- 2024 માં વેટ હેઠળ રૂા.3,149 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂા.858 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂા.21 કરોડની આવક થયેલ છે

નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રીમાસીક ગાળામાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી રૂ.29,621 કરોડની આવક થયેલ છે જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતાં 12% વધુ છે

Tags :
GSTGST INCREASEgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement