ગુજરાત ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂા.1નો વધારો
03:57 PM Aug 01, 2025 IST
|
Bhumika
Advertisement
ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂૂપિયાનો વધારો કર્યો છે. હવે સીએનજીના ભાવ 80.26 રૂૂપિયા થયો છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં સીએનજીથી દોડતી દોઢ લાખથી વધુ રીક્ષા અને સ્કૂલ વાહનોને આ ભાવ વધારાની અસર થશે. આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સા પર આર્થિક ભારણ વધશે. વર્ષ 2025ની શરૂૂઆત સાથે જ ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના પ્રતિ કિલોએ જે 77.76 રૂૂપિયા ભાવ હતો, તેમાં દોઢ રૂૂપિયાનો વધારો કરીને 79.26 રૂૂપિયા કરાયો હતો.
Advertisement
આ ભાવ અત્યાર સુધી સ્થિર રહ્યા હતો. પરંતુ આજે ફરી ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કિલોએ 1 રૂૂપિયો વધારી દેવાયો છે. હવે સીએનજીનો ભાવ 80.26 રૂૂપિયા થયો છે, જેનો અમલ આજથી શરૂ થયો છે. જુલાઈ 2024માં સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ 74.26 રૂૂપિયા હતો. એક વર્ષમાં ચાર વખત ભાવમાં વધારો કરીને કુલ 6 રૂૂપિયા વધી ગયા છે.
Next Article
Advertisement