ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાતની ચૂંટણી મોડી નહીં થાય, બિલ પાસ થાય તો અમલમાં 10 વર્ષ લાગે

11:08 AM Dec 14, 2024 IST | Bhumika
Advertisement

‘વન નેશન વન ઇલેક્શન’ના અમલીકરણ સામે અનેક પડકારો, બિલ પાસ કરવામાં જ સાત કોઠા વીંધવા પડે

Advertisement

બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી અને 15 રાજયોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી, આ પૂરું થાય તો પણ EVM જ નથી

વન નેશન વન ઇલેક્શનની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ લાંબા સમયથી ચાલતી યોજનાનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનો છે, જેથી ચૂંટણી ખર્ચ અને વહીવટી બોજ ઘટાડી શકાય. હાલમાં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે, જેના કારણે અનેક પડકારો ઉભા થાય છે.

આ વાતને એવી રીતે સમજીએ કે જો એકસાથે ચૂંટણી યોજાય તો અલગ-અલગ ચૂંટણી થાય તો ચૂંટણીનો ખર્ચ એક જ વાર થાય અને ઘણા પૈસાની બચત થાય. પરંતુ આ રસ્તો સરળ નથી. સંસદ કાયદો બનાવે તો પણ ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે.

સપ્ટેમ્બરમાં સરકારે રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિના અહેવાલને મંજૂરી આપી દીધી હતી. આ પ, કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે આ યોજનાને લાગુ કરવા માટે એક બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્ણય કર્યો. સરકાર હવે આ બિલને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જો આ બિલ પાસ થાય તો હાલમાં દરેક રાજ્યોની ક્યારે ચૂંટણીઓ યોજાવાની છે એના ગણિતો મંડાવા લાગ્યા છે. ઘણા સમાચારો એવા વહેતા થયા છે કે ગુજરાતમાં પણ ભૂપેન્દ્ર પટેલ સરકારની ટર્મ પૂરી થયા બાદ એક વર્ષ સુધી ચૂંટણી નહીં યોજાય. 2028માં એક સાથે દેશભરમાં ચૂંટણી યોજાશે. જોકે, આ સમાચારો હાલ તો પાયા વિહોણા છે. આ કાયદાનો 4 વર્ષમાં અમલ કરવો એ અઘરો છે.

એક દેશ, એક ચૂંટણી બંધારણીય સુધારો લાગુ કરવા માટે સૌથી પહેલાં પાંચ મુખ્ય કલમોમાં ફેરફાર કરવા પડશે - કલમ 83, 85, 172, 174 અને 356. આ કલમો લોકસભા અને વિધાનસભાઓના કાર્યકાળ, વિસર્જનના અધિકાર અને રાષ્ટ્રપતિ શાસન સાથે સંબંધિત છે.

સંસદમાં બિલ પાસ કરાવવા માટે સરકારે બંને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતી મેળવવી પડશે. આ સિવાય તેને ઓછામાં ઓછા 15 રાજ્યોની વિધાનસભાઓ દ્વારા મંજૂરી મેળવવી પડશે. આ પછી રાષ્ટ્રપતિની સહીથી આ કાયદો બનાવી શકાય છે.

એકવાર કાયદો બની ગયા પછી પણ તેના અમલીકરણ માટે અનેક તબક્કામાં કામ કરવું પડશે. ચૂંટણી પંચને મોટી સંખ્યામાં ઊટખ અને ટટઙઅઝની જરૂૂર પડશે, જેના ઉત્પાદન અને પરીક્ષણમાં સમય લાગશે.નિષ્ણાતોના મતે, જો આ બિલ કોઈપણ ફેરફાર વિના પસાર થઈ જાય તો પણ તેને સંપૂર્ણ રીતે લાગુ થવામાં 10 વર્ષનો સમય લાગી શકે છે. આ કારણ છે કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ 2029માં સમાપ્ત થશે, અને ત્યારબાદ ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠક દરમિયાન આની સૂચના આપવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, એકસાથે ચૂંટણી કરાવવા માટે જરૂૂરી ઊટખ અને અન્ય સંસાધનોની વ્યવસ્થા કરવામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય લાગશે. તદુપરાંત, જો ઉતાવળમાં પગલાં લેવામાં આવે તો, તકનીકી અને વહીવટી ક્ષતિઓ થઈ શકે છે.

ચૂંટણી પંચ અને એક્સપર્ટને છે આ ડર
ચૂંટણી પંચનું કહેવું છે કે ભારત જેવા મોટા લોકતાંત્રિક દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે સઘન આયોજન અને તૈયારીની જરૂૂર છે. કમિશને સૂચન કર્યું કે ઉતાવળમાં તેનો અમલ કરવો શક્ય નહીં બને. ઊટખ મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ આ પ્રક્રિયા માટે મોટી માત્રામાં ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવી પડશે, જે હાલમાં મર્યાદિત છે.

સરકાર અને વિપક્ષની પ્રતિક્રિયા
ઘણા સમય પહેલા ભાજપે આને લોકશાહીને મજબૂત કરવાનું પગલું ગણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ તેને વિકાસશીલ ભારતસ્ત્રસ્ત્ર માટે જરૂૂરી ગણાવ્યું. જ્યારે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે અને તેને લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકશાહીમાં ચૂંટણીની જરૂૂરિયાત સમયની સાથે બદલાતી રહે છે, આ બધાને એકસાથે ભેગા કરવું વ્યવહારુ નથી. હવે જોવાનું એ રહે છે કે આ ચર્ચા કઈ દિશામાં જાય છે. પરંતુ સમય લાગશે તે ચોક્કસ છે.

Tags :
Electiongujaratgujarat electiongujarat newsOne Nation One Election bill
Advertisement
Next Article
Advertisement