ગુજરાત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની વેબસાઇટમાં હજુ વિજય રૂપાણી મુખ્યમંત્રી
ગુજરાત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની સત્તાવાર વેબસાઇટમાં એક મોટો છબરડો સામે આવ્યો છે. રાજ્યમાં સરકાર બદલાયા બાદ પણ વેબસાઇટ પર હજુ પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણી અને અફએમડીના વડા એમ. કે. દાસના નામ જ દર્શાવવામાં આવેલા છે.
રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના આઇએમડીના વડા ની માહિતી વેબસાઇટ પર અપડેટ ન થવાને કારણે સરકારી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની વેબસાઈટની વિશ્વનિયતા કેટલી ? લોકોને આ વેબસાઈટ પરથી અપડેટેડ માહિતી મળતી હશે ? આ પ્રશ્નો પરથી એવું લાગે છે કે અધિકારીઓ કામગીરીમાં રસ દાખવતાં નહિં હોય. જે તંત્ર વેબસાઈટમાં પોતાના અધિકારીઓની માહિતી અપડેટ કરતું નથી તે તંત્ર એફએમડીની કામગીરી વિશે રેગ્યુલર અપડેટ થતું હશે ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 ટર્મથી હોવા છતાં સરકારે આ વેબસાઈટને કેમ અપડેટ નહિં કરી હોય. આ છબરડો સરકારી વેબસાઇટના નિર્માણ અને સંચાલનમાં રહેલી ગંભીર ખામી તરફ ઇશારો કરે છે.
મળતી માહિતી મુજબ રાજ્યના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના આઇએમડીના વડા આઈએએસ મમતા વર્મા છે. જ્યારે વેબસાઈટમાં તો એમ.કે. દાસ (આઇએએસ) બતાવવામાં આવ્યા, પરંતુ એમ. કે. દાસ વર્તમાનમાં મુખ્યમંત્રીના અધિક સચિવ અને ગૃહવિભાગમાં અધિક મુખ્ય સચિવનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે. તંત્ર દ્વારા વેબસાઈટમાં અપડેટ ના કરીને સાબિત કર્યુ કે તંત્રની કામગીરી ઢીલી જ હોય છે.આ ઘટનાને પગલે સરકારી તંત્રને તાત્કાલિક આ છબરડો દૂર કરીને વેબસાઇટને અપડેટ કરવાની જરૂૂર છે. સાથે જ આ ઘટનાને સુધારીને લોકો સુધી ખોટી માહિતીના પહોંચે તે સરકારે વિચારવું જરૂૂરી જણાય છે.