For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત બજેટ : મહિલાઓ-વિદ્યાર્થિનીઓ માટે શું-શું થઈ જાહેરાત? જાણી લો ટુંકમાં

05:54 PM Feb 02, 2024 IST | Bhumika
ગુજરાત બજેટ   મહિલાઓ વિદ્યાર્થિનીઓ  માટે શું શું થઈ જાહેરાત  જાણી લો ટુંકમાં
  •  નમો શ્રી યોજનાની સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જાહેરાત, જેના માટે 750 કરોડ રૂૂપિયાની કરાઈ ફાળવણી
  • નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, 10 લાખ વિદ્યાર્થીનીઓને મળશે લાભ, જેના માટે 1250 કરોડ રૂૂપિયાની કરાઈ ફાળવણી
  •  ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજર રૂૂપિયા તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15 હજાર રૂૂપિયાની સહાય અપાશે
  • આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 25 હજારની સહાય મળવાપાત્ર થશે
  • ઘરેલું હિંસા-જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓની મદદ માટે 65 સેન્ટર કાર્યરત, 15 નવા સેન્ટર શરૂૂ થશે
  • ગંગા સ્વરૂૂપા આર્થિક સહાય યોજના હેટળ વિધવા બહેનોને 2363 કરોડ રૂૂપિયાની જોગવાઈ
  • પૂરક પોષણ યોજના હેઠળ 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન
  •  રાજ્યમાં 20 હજાર આંગણવાડીને સ્માર્ટ બનાવાશે
  • બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પુરું પાડવા 878 કરોડની જોગવાઈ
  •  મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સર્ભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લીટર ખાદ્યતેલ અપાશે
  •  વ્હાલી દિકરી યોજના હેઠળ સહાય અપવા 252 કરોડની જોગવાઈ
  •  અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિની 61 હજાર ક્ધયાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ
  • અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને પીએનજી-એલપીજી સહાય યોજનાના 38 લાખ લાભાર્થીઓને બે વખત વિનામૂલ્યે ગેસ સિલીન્ડર રિફીલિંગ કરી આપવા 500 કરોડની જોગવાઈ
  • આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફ્લેવર્ડ ફોર્ટીફાઈડ દૂધ આપવા માટે 132 કરોડની જોગવાઈ
  •  પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટ129 કરોડની જોગવાઈ
  • સુરતના નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત મકાનના બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ
Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement