ગુજરાત બોર્ડ દ્વારા 2025-26નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર
ધો-10 અને 12ની 26 ફેબ્રુઆરીથી તા. 16 માર્ચ સુધી પરીક્ષા : તા. 4 મે થી 7 જુલાઇ ઉનાળુ વેકેશન
249 દિવસ શૈક્ષણિક સત્ર અને વેકેશન-દિવાળીની મળશે 56 રજા : તા. 9 જૂનથી તા. 15 ઓકટોબર પ્રથમ સત્ર
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2025 - 26નુ શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે જેમા ધો. 10 અને 1ર ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 સુધી લેવામા આવશે અને તા. 4 મેથી 7 જુલાઇ ઉનાળુ વેકેડશન જાહેર કરવામા આવ્યુ છે. વર્ષ ર0રપ - 26 મા 249 દિવસ શૈક્ષણીક કાર્ય કરાશે અને પ6 દિવસનુ ટોટલ વેકેશન વિધાર્થીઓને મળશે. તા. 9 જુનથી તા. 1પ ઓકટોબર ર0રપ દરમ્યાન શાળાઓમા પ્રથમ સત્રનો અભ્યાસ કરાવવામા આવશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ર0રપ - 26 નુ શૈક્ષણીક કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે જેમા જુન ર0રપ થી ઓકટોબર ર0રપ 105 દિવસ પ્રથમ સત્રનુ શૈક્ષણીક કાર્ય કરાશે. જયારે 21 નવેમ્બર 2025 થી 26 મે 2026 સુધી દ્વિતીય સત્રનો અભ્યાસ કરાવાશે જેમા કુલ 144 દિવસ શાળામા શૈક્ષણીક કાર્ય શરૂ રહેશે . શૈક્ષણીક વર્ષ 2025-26 નાં બંને સત્રનાં કુલ 249 કાર્ય દિવસ રહેશે અને 9 સ્થાનીક રજાઓ મળી કુલ ર40 કાર્ય દિવસો રહેશે. શૈક્ષણીક કલેન્ડર મુજબ રાજય સરકાર દ્વારા જાહેર કરેલી તહેવારો અને રાષ્ટ્રીય દિવસો મળી કુલ 1પ જાહેર રજાઓ વિધાર્થીઓને આપવામા આવશે.
વધુમા કેલેન્ડર મુજબ શૈક્ષણીક વર્ષ 2025 - 26 માટે ધો. 9 થી 1ર નો સંપુર્ણ અભ્યાસ ક્રમ રહેશે. ધો. 9 થી 1ર ની પ્રથમ પરીક્ષા જુનથી ઓગસ્ટ માસ લેવાશે. ધો 9 અને 1ર ની દ્વિતીય પરીક્ષા જુનથી ડિસેમ્બર માસનાં અભ્યાસ ક્રમની લેવામા આવશે . તેમજ વાર્ષિક પરીક્ષામા સંપુર્ણ અભ્યાસ ક્રમમા સમાવેશ કરવામા આવ્યો છે. શૈક્ષણીક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન ર1 દિવસ, ઉનાળુ વેકેશન 3પ દિવસ, જાહેર રજાઓ 1પ અને સ્થાનીક રજાઓ 9 મળી કુલ 80 રજાઓ વિધાર્થીઓને આપવામા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષથી ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10 અને 1ર ની ફેબ્રુઆરીથી પરીક્ષાઓ લેવામા આવી હતી . જેનુ પરીણામ એપ્રીલનાં અંતમા અને મે ની શરૂઆતમા જાહેર કરવામા આવશે . જે પુર્વે જ બોર્ડ દ્વારા નવા શૈક્ષણીક કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે.
શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત
પ્રથમ સત્ર તા.09/06/2025 થી તા.15/10/2025 કાર્ય દિવસ : 105
દિવાળી વેકેશન તા.16/10/2025 થી તા.05/11/2025 રજાના દિવસ : 21
દ્વિતીય સત્ર તા.06/11/2025 થી તા.03/05/2026 કાર્ય દિવસ : 144
ઉનાળુ વેકેશન તા.04/05/2026 થી તા.07/06/2026 રજાના દિવસ : 35
શૈક્ષણિક વર્ષ 2026-27 તા.08/06/2026 થી શરૂૂ
