ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગરબાના આયોજકો માટે બારકોઠા વિંધવા પડે તેવી ગાઇડલાઇન

01:03 PM Sep 11, 2025 IST | Bhumika
Advertisement

ફાયર એન.ઓ.સી, ઇમરજન્સી એક્ઝિટ, ખેલૈયાઓ સાથે પ્રેક્ષકોનો દરસ્તાવેજી રેકોર્ડ રાખવો ફરજિયાત

Advertisement

આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી પડશે

ગુજરાતમાં આગામી તા.22 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવરાત્રિ મહોત્સવ માટે સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે અને ફાયર એનઓસી ફરજિયાત બનાવવામાં આવી છે તેમ ગરબા રમવા આવતા ખેલૈયાઓ તથા પ્રેક્ષકોનો ડેટા રાખવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. જેના પગલે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ ગાઇડલાઇન બહાર પાડી છે. જયારે રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ ગાઇડલાઇન બહાર પાડવા તૈયારી કરવામાં આવી છે.

તા.22 સપ્ટેમ્બરથી શરૂૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને અનુલક્ષીને એ.એમ.સી ફાયર વિભાગ દ્વારા શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. નવરાત્રીના આયોજકોએ ફાયર બ્રિગેડ ઉપરાંત પોલીસ તથા અન્ય વિભાગોનું NOC લેવાનું રહેશે. નવરાત્રિના આયોજકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ઓનલાઈન જેટલા પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તે તમામ ડોક્યુમેન્ટ બાદમાં તમામ ડોક્યુમેન્ટ જમાલપુર સ્ટેશન ખાતે આવેલી ઓફ્સિમાં જમા કરાવવાના રહેશે.

આગ- અકસ્માત સમયે બહાર નીકળવા માટે અલગ અલગ દિશામાં બે ઈમરજન્સી ગેટ રાખવાના રહેશે. નવરાત્રી ગરબાના સંચાલકો દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ, રૂૂલ્સ અને રેગ્યુલેશન તેમજ વખતો-વખતના સુધારા, નેશનલ બિલ્ડીંગની જોગવાઈ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડીક્લેરેશન રૂૂ. 300ના સ્ટેમ્પ પેપરમાં ફોટો નોટરી કરાવીને અચૂક રજુ કરવાનું રહેશે. ઓનલાઈન અરજી અને ઇવેન્ટ ચાલુ થવાના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા હાર્ડ કોપીની ફાઇલ સબમિટ કરવાની રહેશે. આયોજકોએ દૈનિક ધોરણે કેટલા ખેલૈયાઓ અને દર્શકોએ પ્રવેશ કર્યો તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવો પડશે.

કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી અને 24x7સ્વયંસેવકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જરૂૂરી છે. આ તમામ નિયમોનું પાલન કર્યા બાદ જ ફાયર વિભાગ દ્વારા FSCAT આપવામાં આવશે. ફાયર વિભાગ ઉપરાંત, આયોજકોએ પોલીસ, ટ્રાફિક અને અખઈ ના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ ફરજિયાતપણે NOC મેળવવાનું રહેશે.

Tags :
Garba organizersgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement