For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

HMPV વાઇરસના સંભવિત ખતરા સામે માર્ગદર્શિકા જાહેર

05:53 PM Jan 06, 2025 IST | Bhumika
hmpv વાઇરસના સંભવિત ખતરા સામે માર્ગદર્શિકા જાહેર

Advertisement

તાવ-ઉધરસ-છીંક-ફલૂ જેવા લક્ષણો જોવા મળે તો ઘમાં જ રહેવા સલાહ, પાણી વધાર પીવું, પૂરતી ઊંઘ અને પોષ્ટિક આહાર લેવો જરૂરી

ફરી કોરોનાની યાદ આવે તેવા દિવસો આવ્યા છે. ચીનના HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ છે. બેંગલોરમાં HMPV વાયરસના બે કેસ નોંધાયો છે. 8 મહિનાનું બાળક અને 3 મહીનાની બાળકી HMPV પોઝીટીવે સાંપડી છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ આ કેસ જોવા મળ્યો છે. મોડાસા ગામે રહેતા બે મહીનાના બાળકનો રીપોર્ટ અમદાવાદામં ખાનગી હોસ્પીટલમાં પોઝીટીવ આવ્યો છે.

Advertisement

HMPV વાયરસ પોઝિટિવ સાંપડી છે. ત્યારે નવા વાયરસ HMPV ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક બની છે. ગુજરાતના આરોગ્ય વિભાગે નવા વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં નાગરિકોએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જણાવાયું છે. આ અંગે રાજય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાની માર્ગદર્શીકામાં જણાવાયું છે કે

ચીનમાં માનવ મેટાન્યુમો વાઈરસ (HMPV ) ના પ્રકોપ અંગે વિવિધ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. DGHS, NCDC, MoHFW અને ભારત સરકાર દ્વારા તા:03/01/2025ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે માનવ મેટાન્યુમો વાઈરસ (HMPV ) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે, જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે. હાલમાં ગુજરાતમાં માનવ મેટાન્યુમો વાઈરસ (HMPV )નો કોઈ કેસ નોંધાયેલ નથી.

આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્ર્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર 2023ની સરખામણીએ ડિરોમ્બર 2024માં કોઈ નોંધપાત્ર વધારો જણાવેલ નથી. આરોગ્ય વિભાગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.

આ વાઇરસ 2001થી છે, હોસ્પિટલમાં જ ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરાશે: ઋષિકેષ પટેલ HMPV વાઇરસને લઈ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ વાઇરસ 2001થી છે, જૂનો વાઇરસ છે. ચીનમાં વાઇરસનો ફેલાવો વધારે છે. કોવિડ કરતા માઈલ્ડ લક્ષણો છે. હોસ્પિટલમાં જ આ વાઇરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું. ગુજરાત સરકાર એલર્ટ આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી.

શું કરવું 
* જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
* નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
* ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
* તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
* વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
* પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
* બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું
* શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ના કરવું 
* આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
* ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું
* જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમા વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
* ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું.

Advertisement
Tags :
Advertisement
Advertisement