વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા દીપદાન મનોરથની ઉજવણી
સ્વયં ઠાકોરજીનું સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી’ના દર્શન માટે કૃષ્ણ ભકતો ઊમટી પડયા: રાજકીય, સામાજિક મહાનુભાવો, વૈષ્ણવો અને રાજકોટવાસીઓએ વૃંદાવનધામ નિહાળી ધન્યતા અનુભવી
રાજકોટના દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા ઇશ્વરીયા ખાતે વૃંદાવનધામમાં ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ એ વૃંદાવનધામનો નજારો નીહાળી નાથદ્વારામાં ’બકોરજી’ ના દર્શન કરતા હોય તેવી ધન્યતા અનુભવી છે. ગઇકાલે નાથદ્રારા ના વિશાલ બાવા ની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્વારા ગૌચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. વિશાલ બાવા પુષ્ટીમાર્ગીય પ્રવાનપીઠ ગણાતા શ્રી નાથજી હવેલીમાં નિયમાનુસાર ભોગ ધરાવી તત્કાલ રાજકોટ વૃંદાવનધામ પરત કર્યા હતા.
આજથી 5 વર્ષ પૂર્વ ’કૃષ્ણચરિત્ર કથા’ સપ્તાહમાં ભવ્ય વિશાળ સેટ સાથેનું યાદગાર આયોજન ની ભેટ આપનાર બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા ત્રીદિવસીય મનોરથ માટે વૃંદાવન ધામની પાવન ભૂમીમાં મનોરથ ઉત્સવ કાર્યક્રમ સવારે 8:30 થી અને સાંજે 4:30 થી 8:30 દર્શન તથા ધ્વજાજી આરોહણના પ્રસંગો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ રહયા છે. ગઈ કાલે આયોજીત ગૌચરણ મનોરથમાં રાજકોટવાસીઓની બહોળી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. આજે દિપદાન મનંદરથની ભવ્ય ઉજવણી થનાર છે. દિકરી ચિ. રાઘાના લગ્નોત્સવ પૂર્વ આયોજીત ત્રિદિવસીય મનોરથ ઉત્સવ, મહેમાનો ના નામે વૃક્ષારોપણ સહીતના બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા આયોજન રાજકોટ વાસીઓ માટે એક સોનેરી સંભારણું છે.
વૈષ્ણવોના પવિત્ર યાત્રાધામ શ્રી નાથદ્રારા થી ખાસ ચાર્ટર પ્લેનમાં બે દિવસ પૂર્વ તા. 6 જાન્યુઆરી ના રોજ શ્રી નાથદ્રારા ની ’ધ્વજાજી’ ને લાવવામાં આવી હતી. સ્વયં ઠાકોરજી સ્વરૂૂપ ગણાતા ’ધ્વજાજી’ ની વિશાળ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળી હતી. ઈશ્વરીયા ના વૃંદાવનવામ ખાતે નિર્મિત મોતીમહેલમાં ’શ્રીનાથજીની સન્મુખ ’ધ્વજાજી’નું વિશાલ બાવા ગોસ્વામીજી ના હરસ્તે આરોહણ કરાયુ હતું ગઈકાલે ઉકાણી પરિવારના ડો. ડાયાભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, અમીતાબેન નટુભાઈ ઉકાણી, મીલેશભાઈ ઉકાણી, સોનલબેન મૌલેશભાઈ ઉકાણી, લવ ઉકાણી, રીશા લવ ઉકાણી, જય ઉકાણી, હેમાંશી જય ઉકાણી, રાધા અને રીશી, વિધી, યુગ સહીતના પરિવારજનોએ વિશાલ બાવાના સાનિધ્યમાં ગૌચરણ મનોરથની ઉજવણી કરી હતી.
ઉકાણી પરિવારના ઈશ્વરીયા સ્થિત દ્વારકાધીશ ફાર્મ જાતે ઉભા કરવામાં આવેલા વૃંદાવન વામ ખાતે ત્રિદિવસીય મનોરથ પ્રસંગે વૈષ્ણવો તથા રામકોટવાસીઓ કૃષ્ણભકિતના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વૃંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વન. નાથજીના ના મોતી મકેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર ડાકોર મંદિર, કાસ્કાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ના દર્શન ભાઈ ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે.
રાજકોટની ભાગોળે ઈશ્વરીયા ખાતે યુદાવનધામમાં ગઈ કાલે ગૌચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી આ ત્રિદિવસીયા મનોરથ ઉતસવમાં સામાજીક રાજકીય મહાનુભાવો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, પરેશભાઈ ગજેરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથલીયા, લલીતભાઈ રાદડીયા, ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, દંડક મનીપભાઈ રાઠીયા, પૂર્વ કમિરનર રાજુ ભાર્ગવ, ઉમિયાધામના પ્રમુખ જેરામબાઈ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જમદીયાભાઈ કોટડીયા, ઉદ્યોગપતિઓ મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, રમણભાઈ વસ્મોરા, પવિત્ર યાત્રાધામ ના સચિવ રમેશભાઈ મેરજા, ઉમિયા પરિવાર સંગઠન પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા સહીત રાજકીય સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ એ વૃંદાવન વામની મુલાકાત લીધી હતી.
પૂજય વિશાલબાવાના હસ્તે ‘ધ્વજારોહણ’
રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે ધ્વજાઆરોહણનો દિવ્ય પ્રસંગ ઉજવાયો પુષ્ટિમાર્ગીય પ્રભાનપીઠ શ્રીનાથજી હવેલીના યુવાચાર્ય ગો.ચી. 105 વિશાલ બાવા કે જેઓ શ્રીનાથજી હવેલીના શ્રી શ્રી- તિલકાયતના પુત્ર છે તેઓના હસ્તે ‘ધ્વજાજી’ નું આરોહણ કરવામાં આવ્યુ હતુ. 12.5 એકરમાં નિર્મિત વૃંદાવનધામમાં શ્રીનાથજી, મોતી મહેલ, બાંકેબિહારી મંદિર, પ્રેમ મંદિર, ની અદ્ભૂત આકૃતિઓ બનેલ છે. વિશાલ બાવાએ આરતી પૂજન વિધિ બાદ પોતાના કર કમલોથી ભવ્ય ધ્વજ ચઢાવ્યો હતો.આ અવસરે છપ્પન ભોગ મનોરથ ઉજવાયો હતો. ઉકાણી પરિવાર દ્રારા સતત ત્રણ દિવસ સુધી છપ્નભોગ, ગૌચરણ, દિપદાન મનોરથ ઉત્સવ ઉજવાશે.