For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રચાર માધ્યમો માટે માર્ગદર્શક સૂચનાઓ : તા.19 એપ્રિલથી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ

12:36 PM Mar 30, 2024 IST | Bhumika
પ્રચાર માધ્યમો માટે  માર્ગદર્શક સૂચનાઓ   તા 19 એપ્રિલથી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ
  • મતદાનના દિવસે મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ઑપિનિયન પોલ પર પણ પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં નઍક્ઝિટ પોલથ અને નઓપિનિયન પોલથ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા.19 એપ્રિલ, 2024થી નઍક્ઝિટ પોલથ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન નઓપિનિયન પોલથ પર પણ પ્રતિબંધ રહેશે.

Advertisement

આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-126(ક) ની પેટાકલમ (1)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (2) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી સંદર્ભે તા.19.04.2024 ને શુક્રવારના સવારે 07:00 વાગ્યાથી તા.01.06.2024 ને શનિવારના સાંજના 06:30 વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના નઍક્ઝિટ પોલથ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને 02 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.

આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર નઓપિનિયન પોલથ સંદર્ભે, લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ નઓપિનિયન પોલથ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement