ગેરંટીવાળા રોડ જ તૂટ્યા: કોન્ટ્રાક્ટરોએ નવા કામથી હાથ ઊંચા કર્યા
તૂટેલા રોડ-રસ્તાના સરકારને આપેલ રિપોર્ટમાં ગેરંટીવાળા રોડનો જ ઉલ્લેખ કરાતા સારા કામો કરતી એજન્સી નવા કામ કરતા સો વખત વિચારશે
વરસાદની આગાહી વચ્ચે એકશનપ્લાન અંતર્ગત આવતીકાલથી રોડ-રસ્તા મઢવાનું કામ કેમ શરૂ થશે ? તંત્ર મૂંઝવણમાં
શહેરના તૂટેલા રોડ-રસ્તાએ છેલ્લા બે માસથી કાગારોળ મચાવી છે અને તંત્ર દ્વારા થીગડા મારવાનુ પણ કામ ચાલુ છે. છતા તુટેલા રોડ રસ્તા માટે એક પણ કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી અને સરકારમાં રિપોર્ટ કરવામાં આવેલ તેમા પણ ગેરેંટીવાળા રોડ રસ્તાઓ વધુ તુટીયાનુ જણાવવામાં આવ્યુ છે અને એ પણ ગેરેંટીપૂરી થયા બાદ તુટીયા હોવાનુ કહેવામાં આવ્યુ છે.
આથી ગેરેંટી વગરના એક પણ રોડ ચોમાસા દરમિયાન તુટતા નથી તેવુ દેખાડવામાં આવ્યુ હોય તેવુ જનરલ બોર્ડમાં પણ જણાવી દેવાતા સારા રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો હવે નવા કામ માટે વિચારવા લાગ્યા છે. જેના લીધે ઇસ્ટ ઝોનના 6 વોર્ડમાં પેવર કામ માટે રી ટેન્ડર કરવાની ફરજ પડી હતી. એક વર્ષમાં 327.86 કરોડના રોડના કામો મંજૂર થયા છે. જેમોટા ભાગે ધોવાઇ જતા શહેરી જનો સમસ્યાથી પીડાઇ રહ્યા છે.
શહેરમાં તુટેલા રોડ રસ્તાનો રિપોર્ટ રજૂ કરવામાં અધિકારીઓ તેમજ શાસક પક્ષ દ્વારા બુધ્ધિપૂર્વક જવાબ આપી સરકાર અને લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કર્યુ છે અને ગેરેંટીપૂરી થયા બાદ રોડ તુટીયા છે. તેવુ જણાવવામાં આવ્યુ છે. જેના લીધે એકશન પ્લાન અંતર્ગત આ વર્ષે પણ કરોડો રૂપિયાનુ આધાણ કરવામાં આવશે.
સત્તાધીશોની જનતાની લાગણી કચડી નાંખીને મનસ્વી રીતે વહીવટ કરવાની, રસ્તાકામના કોન્ટ્રાક્ટરોને છાવરવાની અને પદ-હોદ્દાનો ફાયદો ઉઠાવીને કરોડોનો શંકાસ્પદ વહીવટ કરી લેવાની માનસિકતા જનરલબોર્ડમાં ભંગાર રસ્તા અંગે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં છતી થઈ છે. રાજકોટના 20 લાખ લોકોએ ચોમાસામાં ભંગાર રસ્તાની વેદના ભોગવી છે અને આજે પણ અનેક ગાબડાં છે ત્યારે ચાલુ વર્ષમાં કૂલ 2324.58 કિ.મી.લંબાઈના રસ્તાાં માત્ર 0.25 ટકામાં જ ખાડા પડયા અને ખરાબ થયા, તે બાકીના 99.75 ટકા સારા જ હતા તેવો ઉત્તર અપાયો છે.
એડીશનલ સિટી ઈજનેર દ્વારા અપાયેલા જવાબમાં શહેરમાં મુખ્ય 60 માર્ગો અને સેંકડો આંતરિક માર્ગો પર ગાબડાં પડયા તે વાસ્તવિકતાના સ્વીકારને બદલે, ખાડા પડવાથી ભંગાર રસ્તા કેટલા તેની માહિતી રસ્તાની કૂલ સંખ્યાની સાપેક્ષે ને હું ચાલાકીપૂર્વકનો જવાબ: ગેરેંટી પૂરી થઈ તે રસ્તા જ તૂટયા જ્યાં થીગડા મારવા 189 લાખનો ખર્ચ આપવાને બદલે કિલોમીટરમાં આપતા આગામી વર્ષોમાં પણ લોકોએ આ તંત્રના વહીવટમાં આ જ સમસ્યા ભોગવવી પડશે તે જાણે કે સુનિશ્ચિત કરી દીધું છે. મેયર,કમિશનર, ચેરમેન, સિટી ફો ઈજનેરો સહિત સત્તાધીશો મનપાના ખર્ચે મોટરકારમાં આવ-જા કરે છે અને તેમને જાણે કે ગાબડાંનો અનુભવ જ ન થયો હોય તેવો જવાબ બોર્ડમાં અપાયો છે.
ચાલાકીપૂર્વકના આ જવાબમાં જણાવાયું છે કે જે રોડ પર ગાબડાં પડયા તે તમામની ગેરેંટી પિરીયડ પૂરો થઈ ગયો હતો, જે કારણે મનપાની તિજોરીમાંથી આ રસ્તા પર થીગડાં મારવા બે માસમાંરૂૂમ.189 લાખનો ખર્ચ કરાયો છે. સ્થાયી સમિતિએ આ એક વર્ષમાં રૂા.327.86 કરોડના રસ્તાકામના કોન્ટ્રાક્ટની લ્હાણી કરી છે. દર વર્ષે કરોડો રૂૂા.રસ્તામાં ખર્ચાય છતાં કોઈ એજન્સી, અધિકારીની જવાબદારી ફીકસ જ ન થાય તેવું આભાસી ચિત્ર ઉભુ કરવા આ રસ્તા કેમ તૂટયા તેની તપાસ પણ કરાવાઈ નથી.
ખાડાઓની ગણતરી અને માપ કોણ કાઢે છે ?
ચોમાસા દરમિયાન તુટેલા રોડ રસ્તા મુદ્દે ઉહાપો બોલ્યાબાદ તંત્ર દ્વારા શહેર ભરમાં કેટલા ખાડાઓ પડ્યા છે. તેનો હિસાબ જાહેર કર્યો હતો. જે અપૂરતો હોવાનુ લોકો કહી રહ્યા હતા. ત્યારબાદ ખાડાઓ પૂરવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. પરંતુ ખાડાઓના પેચવર્કનું કામ કયા આધારે આપવામાં આવે છે. તે આજ સુધી જાહેર થયું નથી. કેટલી સાઇઝના કેટલા ખાડા અને તેમાં કેટલુ માલ મટીરીયલ આવે તેનો તાગ આજ સુધી તંત્ર કાઢી શકયુ નથી કે બતાવવામાં આવતુ નથી. જેના લીધે કરોડોના પેચવર્ક કામમાં મોટી મલાઇ તારવી લેવાતી હોવાની ચર્ચા જાગી છે.
પેચવર્કનું કામ હવે કિલોમીટરમાં અપાશે
રોડ રસ્તાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર આચરતો હોવાની બુમારણ રાજ્યભરમાં ઉઠી રહી છે. છતાં તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં પડેલા ખાડાઓ તેમજ તૂટેલા રોડ રસ્તાઓનું કામ કિલોમીટર ઉપર આપવામાં આવી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કિલો મીટર મુજબ સરેરાશ ખાડાઓની ગણતરી કરવામાં આવતી હોય તેવુ લાગી રહ્યુ છે. જેના લીધે રોડ રસ્તા બનાવતી એજન્સી પાસેથી ચોક્કસ કેટલુ કામ લેવાનુ છે. તેની જાણકારી અધિકારીઓ પાસે નહીં જ હોય આથી રોડ રસ્તાના કામમાં મોટો નફો અને વધુ મલાઇ મળતી હોવાની ચર્ચા અમૂક અંશે સાબીત થતી હોય તેવુ લાગી રહ્યુ છે.