For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભરતીના નામે ખાતરી! પશુપાલન વિભાગમાં 10%, શિક્ષણમાં 13% કામગીરી

05:45 PM Feb 20, 2024 IST | Bhumika
ભરતીના નામે ખાતરી  પશુપાલન વિભાગમાં 10   શિક્ષણમાં 13  કામગીરી

રાજ્યના અનેક વિદ્યાર્થીઓ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે. અને તનતોડ મહેનત પછી પણ જ્યારે સરકારી કેલેન્ડર પ્રમાણે ભરતી થતી નથી ત્યારે હજારો યુવાનો નિરાશ થઈ જાય છે. આવી જ એક માહિતી આજે વિધાનસભામાં રજૂ થઈ હતી. જેના દશ વર્ષીય ભરતી કેલેન્ડર 2023માં પુરુ થવું હોવા છતાં માત્ર દસ ટકા જગ્યાઓ જ ભરાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ અલગ અલગ વિભાગોમાં ભરતી માટે સરકાર દ્વારા 10 વર્ષીય ભરતી કેલેન્ડર બનાવવામાં આવે છે તે ભરતી કેલેન્ડર મુજબ સમયાંતરે ભરતીઓ બહાર પાડવાના જવાબો સરકાર વિધાનસભામાં રજુ કરતી હોય છે પણ આજે રજૂ કરાયેલા પશુપાલન અધિકારી કલાસ-2ની ભરતીના જવાબમાં પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું કે, દસ વર્ષીય ભરતી કેલેન્ડર 2023માં પુરુ થઈ ગયું હોવા છતાં ફક્હત 10% જગ્યાઓ જ ભરી શકાઈ છે. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ આતાજી ઠાકોર પ્રશ્ર્ન પુછ્યો હતો કે, સરકાર દ્વારા 2021માં જણાવ્યા મુજબ પશુપાલન અધિકારી વર્ગ-2ની 315 જગ્યાઓ દસ વર્ષીય કેલેન્ડર મુજબ ભરવાની હતી તેમાં 31-12-23 સુધીમાં કેટલી જગ્યાઓ ભરાઈ છે. અને હજુ કેટલી બાકી છે તેમજ કેલેન્ડર ક્યારે પુરુ થાય ચે? આ પ્રશ્ર્નનના જવાબમાં આજે પશુપાલન મંત્રી પરસોતમ સોલંકીએ જણાવ્યું હતું કે, 6-3-21થી 31-12-23 સુધીમાં 315 જગ્યા પૈકી ફક્ત 31 જગ્યા જ ભરવામાં આવી છે. અને અગાઉ 315 જગ્યા સામે હવે 420 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત દસ વર્ષીય ભરતી કેલેન્ડર 2023માં પુરુ થઈ ગયેલ છે. હવે સીધી ભરતીથી ભરવા પાત્ર જગ્યાઓ માટેની કાર્યવાહી અંતિમ તબક્કમાં છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગમાં પણ બે વર્ષની ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1ની 2021માં 447 જગ્યાઓ સામે 13% જગ્યાઓ બે વર્ષમાં ભરાઈ છે. જ્યારે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ની 1545 જગ્યાઓ સામે 723 જગયઓ ભરાઈ છે.

Advertisement

Advertisement

ખાલી જગ્યા ભરવા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ખાતરી
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2 ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે. વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -1-2 ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2 ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને બનતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement