For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બજેટના તમામ વિકાસ કામો પૂરા કરવાની ગેરંટી: જયમીન ઠાકર

05:42 PM Feb 09, 2024 IST | Bhumika
બજેટના તમામ વિકાસ કામો પૂરા કરવાની ગેરંટી  જયમીન ઠાકર

નળ, ગટર, રસ્તા, સફાઇ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય સહિતની સેવાઓ સાથે નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ

Advertisement

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાંકીય વર્ષ 2024-25નું અંદાજપત્ર વર્તમાન ભાજપ શાસનના બીજી ટર્મની સ્ટેન્ડિંગ કમીટીએ ગહન અભ્યાસ, મંથન, મહાનગર પાલિકાની સેવા અને જવાબદારીઓ સામે આવકના સ્ત્રોત સહિતના મુદ્દાઓ ધ્યાને લઈ આજે કમિટીની બેઠકમાં મંજુર કર્યું છે.મહાનગરની જનતા માટે દર વર્ષે લોકભોગ્ય બજેટ અમલમાં મુકવામાં આવે છે, જેમાં મુખ્યત્વે નળ, ગટર, રસ્તાના કામો ઉપરાંત સફાઈ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સ્પોર્ટસ સુવિધા, ફરવાના સ્થળો, ગાર્ડન તથા વૃક્ષારોપણ, સિટી બસ, નવી પ્રાથમિક શાળાઓ, યોજનાકીય કેમ્પ થકી નમહાનગરપાલિકા તમારે દ્વારથ જેવી સગવડતાઓ, પર્વો-તહેવારો પર સાંસ્કૃતિક કાર્યક્રમોથી લોકોને મનોરંજન આપવા પણ પુરા પ્રયાસો કરવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષમાં હોસ્પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોક, જડ્ડુસ ચોક અને છેલ્લે કે.કે.વી. હોલ ચોકમાં મલ્ટીલેવલ શ્રી રામ બ્રિજનું લોકાર્પણ કરી રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પ્રયત્નો કર્યા છે. નવા વર્ષમાં કટારીયા ચોકડીએ આઈકોનિક બ્રિજ, પી.ડી.એમ. ફાટક અન્ડરબ્રિજના આયોજન વચ્ચે સાંઢીયા પુલ પર નવા ફોરલેન બ્રીજનો પ્રોજેક્ટ ફાઇનલ થઇ ગયો છે.
સાથોસાથ, નવા ભળેલ વિસ્તારોમાં પાયાની તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પુરતા પ્રમાણમાં વિવિધ નવા વિકાસ કાર્યો તબક્કાવાર શરૂૂ કરી અને સંપન્ન કરવાનો સંકલ્પ છે. શહેરના નવા ભળેલ વિસ્તારોમાં નવી આંગણવાડીઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પુલ, ઓડીટોરીયમ, બાગ બગીચા, લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ, રોડ રસ્તાઓ, ડ્રેનેજ લાઈનો, પીવાના પાણીની સુવિધા માટે હાઈ પ્રેસર વોટર પાઈપલાઈન, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટીંગ સહિતની જરૂૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય પ્રયાસો કરવા કટીબદ્ધ છીએ, જે સરકાર, શાસક પક્ષ અને વહિવટી પાંખ વચ્ચેના તાલમેલ સાથે દ્રઢ ઇચ્છાશક્તિથી નજીકના ભવિષ્યમાં જ શક્ય બનશે. રાજકોટ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા 100 મહાનગરોમાં સામેલ થયેલ છે. હવે રાજકોટ સ્માર્ટ સિટી પણ બન્યું છે. અટલ સરોવર સહિતના સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ટૂંક સમયમાં લોકાર્પણ થનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભેટ સમાન આ મેટ્રો સિટી જેવી યોજનાનું કામ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થવાને આરે છે. રાજકોટ શહેરને સ્માર્ટ, સ્વચ્છ તેમજ હરિયાળુ બનાવવા માટે નગ્રીન કવરથમા ંવધારો કરવા માટે મિયાવાકી પધ્ધતિ થકી નવા અર્બન ફોરેસ્ટ વિકસાવી, તેમજ મહત્તમ સ્થળોએ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરી શહેરમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની નેમ છે.
આ 50 વર્ષની સુવર્ણ સફરમાં રાજકોટ મહાનગરપાલિકાએ અનેક પડકારો ઝીલ્યા છે.

ભારતીય જનતા પક્ષના પુરોગામીઓએ પહેલા જ્યાં માનવી ત્યાં સુવિધા પહોંચાડી. હવે મહાનગરપાલિકાના આ 50 વર્ષની સુવર્ણ સફરની ભેટ રૂૂપે શાસક પક્ષ દ્વારા મેયર, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ધારાસભ્યો, કોર્પોરેટરો સાથે સંકલન કરી હાલના તથા પૂર્વ હોદ્દેદારોનું માર્ગદર્શન મેળવી અંદાજપત્રમાં ચાલુ વર્ષે વહીવટી સુધારણા તેમજ અનેકવિધ લોક ઉપયોગી નવી યોજનાઓનું અમલીકરણ શરુ કરવામાં આવનાર છે.
2047માં દેશને નવિકસિત રાષ્ટ્રથ બનાવવાની નેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વ્યક્ત કરી છે અને આ સફરમાં ગુજરાત રાજ્યનો સિંહફાળો પણ રહેવાનો જ છે. આ વિકાસ યાત્રામાં જોડાવા સ્માર્ટ સિટી રાજકોટ પણ લોકોના સહકારથી સજ્જ છે. કેન્દ્ર સરકારના બજેટમાં (જ્ઞાન, ગરીબી, યુવા, અન્નદાતા અને નારીશક્તિ) પર ધ્યાન કેન્દ્રિત છે, જ્યારે રાજ્ય સરકારે 5-જી (ગરવી, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ)નું સુત્ર અપનાવ્યું છે. ત્યારે આ યાત્રામાં નવી વિકાસ યોજનાઓ સાથે રાજકોટ મહાનગર પણ જોડાઈ જશે.

Advertisement

મહાનગરપાલિકાનો વિસ્તાર વધીને 161 ચોરસ કિ.મી. થયો
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના 19મી નવેમ્બર 1973માં થઈ હતી. 50 વર્ષની આ યાત્રા સરળ ન હતી. એક સમયે રાજકોટમાં ટ્રેનથી પાણી લાવવું પડ્યું હતું. આજે સેંકડો કિ.મી. દુરથી નર્મદા યોજનાનું પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. 1998માં રૈયા-નાનામવા-મવડી, 2015માં કોઠારિયા-વાવડી અને છેલ્લે 2020માં ઘંટેશ્વર-માધાપર-મુંજકા-મોટામવા-મનહરપુર-1 ગ્રામ્ય વિસ્તારોનો રાજકોટ શહેરમાં સમાવેશ થયો. આ સાથે મહાનગરનો વિસ્તાર 161 ચો. કિલોમીટર થયો. 18 વોર્ડની અંદાજીત 18 લાખથી પણ વધુ જેટલી વસ્તીને પ્રાથમિક સુવિધાઓ સાથે લોકોની જરૂૂરિયાત મુજબ ઘરનું ઘર આપવાનું સપનું પૂર્ણ કર્યાનું પણ ગૌરવ છે. હજુ આવતીકાલ તા.10 ફેબ્રુઆરી 2024ના રોજ વધુ 552 આવાસોનો ડ્રો તેમજ 2304 આવાસોનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થનાર છે.

ફ્રી સેવાઓ અને ગ્રાન્ટ સહિતના કામો

1. રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોને વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂૂ.15,00,000થી વધારીને પ્રતિવર્ષ રૂૂ.20,00,000 (આ માટે સ્ટે. કમિટી દ્વારા આ બજેટમાં રૂૂ.3.6 કરોડની વિશેષ જોગવાઇ)
2. માન. મેયરને વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂૂ.6,00,000થી વધારીને પ્રતિવર્ષ રૂૂ.8,00,000
3. ડેપ્યુટી મેયર, સ્ટે.કમિટી ચેરમેન તથા વિરોધ પક્ષ નેતાને વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂૂ.4,50,000થી વધારીને રૂૂ.6,00,000
4. આગામી નાણાંકિય વર્ષથી નાયબ કમિશનરને પોતાના ઝોનમાં વિકાસ કામો માટે રૂૂ.15,00,000ની ગ્રાન્ટની ફાળવણી
5. શહેરના વોર્ડ નં.8 માં 5/8-લક્ષ્મીનગર ખાતે આવેલ ઉદ્ઘોષ ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થા પુસ્તકાલયનુ રૂૂ.45 લાખના ખર્ચે નવિનીકરણ
6. વ્હાઇટ ટોપીંગ સેલનું ગઠન કરી, ફીઝીબીલીટી મુજબ દરેક વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો પર તબક્કાવાર વ્હાઇટ ટોપીંગ કરવાનું આયોજન
7. સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને લાઈબ્રેરી સભ્યપદ ફી માફી
8. સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ફ્રી મુસાફરી
9. હાલની નકોલ સેન્ટર ફરિયાદ નિવારણ સીસ્ટમથનો વ્યાપ વધારી અને વોટ્સએપ સિવાયના અન્ય સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સાથે પણ ઇન્ટીગ્રેટ કરવામાં આવશે.
10. સુક્ધયા સમૃધ્ધિ યોજનામાં ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી રૂૂ.365- ફાળવવામાં આવતા હતા, જેમાં કમિશનરે સુચવેલ રૂૂ.1000માં વધારો કરી પ્રતિ લાભાર્થી રૂૂ.1500 કરેલ છે.
11. શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષથી દર વર્ષે સન્માન
12. શહેરમાં પર્યાવરણ જાળવણી/વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે તા.5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નપર્યાવરણ મિત્રથ એવોર્ડ
13. વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે દર વર્ષે તા.4 ઓક્ટોબરના રોજ પ્રદ્યુમન પાર્ક ઝૂ માં મુલાકાતીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ.

Advertisement
Tags :
Advertisement
Advertisement