For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GTU દ્વારા 187 છાત્રોના પરિણામ રદ, એક પરીક્ષા પર પ્રતિબંધ

04:37 PM Feb 27, 2024 IST | Bhumika
gtu દ્વારા 187 છાત્રોના પરિણામ રદ  એક પરીક્ષા પર પ્રતિબંધ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લેવામાં આવેલી વિન્ટર-2023ની પરીક્ષા વખતે 362 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જેથી જીટીયુની અનફેર મિન્સ કમિટીની બેઠકમાં આ તમામ વિદ્યાર્થીઓના કેસની ચકાસણી કર્યા બાદ 352 વિદ્યાર્થીઓને વિવિધ લેવલની સજા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીઓને વિષયનું પરિણામ રદ કરવાથી લઈને સમગ્ર પરિણામ રદ અને આગામી 3 પરીક્ષામાંથી બાકાત રાખવા સુધીની સજા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Advertisement

વિન્ટર-2023ની પરીક્ષા વખતે જીટીયુના વિવિધ 13 કોર્ષના વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જોકે, પકડાયેલા વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીને કોઈ પણ સજા કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, જીટીયુ દ્વારા વિન્ટર- 2023ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા દરમિયાન વિવિધ 13 કોર્ષના 362 વિદ્યાર્થી કોપી કરતા પકડાયા હતા. આ વિદ્યાર્થીઓ બેચલર ઓફ એન્જિનિયરીંગ, બેચલર ઓફ ફાર્મસી, બેચલર ઓફ વોકેશન, ડિપ્લોમા ઈન આર્કિટેક્ટ, ડિપ્લોમા ઈન એન્જિનિયરીંગ, ડિપ્લોમા ઈન ફાર્મસી, બેચલર ઓફ એન્જિનિયરીંગ-પાર્ટટાઈમ, માસ્ટર ઓફ કમ્પ્યૂટર એપ્લિકેશન- ઈન્ટીગ્રેટેડ, ઈન્ટિગ્રેટેડ એમબીએ, માસ્ટર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ કમ્પ્યૂટર એપ્લિકેશન, માસ્ટર ઓફ એન્જિનિયરીંગ અને પોસ્ટ ડિપ્લોમા ડિગ્રી કોર્ષના હતા.

કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને સજા કરવા માટે જીટીયુની અનફેર મિન્સ કમિટીની બેઠક 15થી 17 ફેબ્રુઆરી દરમિયાન મળી હતી. આ બેઠકમાં તમામ વિદ્યાર્થીઓના કેસની સમક્ષી કરવામાં આવી હતી. સમીક્ષા બાદ 362 વિદ્યાર્થી પૈકી 352 વિદ્યાર્થીને સજા કરવામાં આવી હતી. જ્યારે 10 વિદ્યાર્થીને કોઈ પણ જાતની સજા કરાઈ ન હતી. 352 વિદ્યાર્થી પૈકી 44 વિદ્યાર્થીને લેવલ-1ની સજા કરવામાં આવી હતી. લેવલ-1ની સજામાં વિદ્યાર્થી જે વિષયમાં કોપી કરતા પકડાયો હોય તે વિષયમાં નાપાસ જાહેર કરવામાં આવે છે.

Advertisement

આ ઉપરાંત 119 વિદ્યાર્થીને લેવલ-2નું સજા કરાઈ હતી. લેવલ-2માં વિદ્યાર્થી જે સેમેસ્ટરમાં કોપી કરતા પકડાયો હોય તે તમામ વિષયનું પરિણામ રદ કરવામાં આવે છે.
જ્યારે 187 વિદ્યાર્થીને લેવલ-3ની સજા કરવામાં આવી હતી. લેવલ-3ની સજામાં તમામ વિષયના પરિણામ રદ કરવા ઉપરાંત ત્યારપછીની એક પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવે છે. જ્યારે 2 વિદ્યાર્થીને લેવલ-4ની સજા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓનું તમામ વિષયનું પરિણામ રદ કરવા ઉપરાંત આગામી 3 પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement