For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડ્રાયફ્રૂટના વેપારીઓ પાસેથી રૂા.50 લાખની જીએસટીની ચોરી ઝડપાઇ

12:06 PM Dec 04, 2023 IST | Sejal barot
ડ્રાયફ્રૂટના વેપારીઓ પાસેથી રૂા 50 લાખની જીએસટીની ચોરી ઝડપાઇ

અમદાવાદમાં દિવાળી પહેલાથી ઇન્કમટેક્સ અને જીએસટી દ્વારા વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે જ જીએસટીના અધિકારીઓએ વર્લ્ડ કપમાં લાખો રૂૂપિયા વસૂલી ટેક્સ નહીં ભરનાર મોટી હોટલ પર દરોડા પાડીને તપાસ કરી હતી. ત્યારે હવે દિવાળીના તહેવારોમાં કરોડો રૂૂપિયાનું ડ્રાયફ્રૂટ્સ વેચનાર અને ટેક્સ ચોરી કરનાર ડ્રાયફ્રૂટ્સના મોટા વેપારીઓ પર સ્ટેટ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડીને તપાસ શરૂૂ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની જીએસટી ચોરી સામે આવી છે. હજુ તપાસ ચાલી રહી છે.
દિવાળીમાં ડ્રાયફ્રૂટનો કરોડો રૂૂપિયાનો વેપાર થયો છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો વેપલો કર્યો હોવા છતાં મોટા વેપારીઓએ જે જીએસટી ચૂકવવાની થાય તે ચૂકવી નથી. જેને કારણે ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરીને અમદાવાદના મોટા ડ્રાયફ્રૂટ્સના વેપારીઓની ઓફિસો અને દુકાનો ધરાવે છે. ત્યાં દરોડા પાડીને સર્ચની કામગીરી શરૂૂ કરી છે. 50થી વધુ જગ્યાએ ચાલી રહેલી તપાસમાં જીએસટીના અધિકારીઓને 50 લાખ રૂૂપિયાની જીએસટી ચોરીની વિગતો મળી છે.
હજુ આ વેપાર સાથે સંકળાયેલા નાના વેપારીઓ અને મીઠાઈની દુકાનોવાળા તેમજ અન્ય વેપારીઓને ત્યાં પણ તેની તપાસનો રેલો પહોંચે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. સ્ટેટ જીએસટી દ્વારા ચાલુ વર્ષે બિલ્ડરો, કોસ્મેટિક સુવિધા પૂરી પાડતી એજન્સીઓ અને દવાખાના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્લ્ડ કપમાં લાખો રૂૂપિયા વસૂલનાર હોટલ સંચાલકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ દરોડામાં કરોડો રૂૂપિયાની કરચોરી સામે આવી રહી છે. હજુ બોગસ બિલિંગ અને અન્ય પ્રકરણની તપાસ ચાલુ છે. ત્યારે જ ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ત્યાં દરોડા પાડીને તપાસ શરૂૂ કરાઇ છે. વધુ તપાસ જીએસટી ચોરી સામે આવે તેવી સંભાવના છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement