For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના જમીન દલાલ પર GSTના દરોડા

05:41 PM Jul 13, 2024 IST | admin
રાજકોટના જમીન દલાલ પર gstના દરોડા

શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરાયા: જમીન-મકાનના સોદામાં મોટી કરચોરી ઝડપાવાની શકયતા

Advertisement

ચૂંટણી પરિણામ બાદ સ્ટેટ જીએસટી વિભાગ સક્રિય થયો છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મોદી ગ્રુપ પર રાજકોટની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. જીએસટીના દરોડાથી લે-વેંચનો ધંધો કરતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ ઘટક-93ની ટીમ દ્વારા નવનિયુકત જોઈન્ટ કમિશ્ન જળુની આગેવાનીમાં રાજકોટનાં જામનગર રોડ પર માધાપર ચોકડી સ્થિતિ મોદી ગૃપની મોદી એસ્ટેટ અને એસોસીએટસની ઓફિસમાં તવાઈ બોલાવવામાં આવી હતી. તપાસ દરમ્યાન જીએસટી અધિકારીઓ દ્વારા કેટલાક દસ્તાવેજોની અને ઓફિસમાં રહેલ કોમ્પ્યુટરની ચકાસણી કરી હતી. તેમજ શંકાસ્પદ જણાતા કેટલાક દસ્તાવેજો કબજે કર્યા હતાં.

Advertisement

રિયલ એસ્ટેટના બિઝનેસમાં લે-વેચમાં 18 ટકા જીએસટી ચુકવવાના થતાં હોય છે. પરંતુ મોટાભાગનાં વ્યવહારો રોકડમાં થતા હોય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આસાનીથી કરચોરી થતી હોય તેની શંકાના આધારે રાજકોટ સ્ટેટ જીએસટીની કચેરી દ્વારા રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા મોદી ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી હતી. માધાપર ચોકડી સ્થિત ઓફિસ સહિત અન્ય વ્યવસાયીક સ્થળે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા ગ્રુપ પર પડેલા દરોડાથી લે-વેંચ કરતાં અન્ય ધંધાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ છે.

સ્ટેટ જીએસટીની રાજકોટની ટીમ દ્વારા હાલ મોટી એસ્ટેટની ઓફિસમાંથઈ ડોકયુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવી ર્યાં છે. તેમજ તપાસ દરમ્યાન ધ્યાને આવેલા શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યો છે અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યો છે અને શંકાસ્પદ દસ્તાવેજોની ચકાસણીની કામગીરી ચાલી રહી છે. ત્યારે મોટી કર ચોરી પકડાવાની શંકા તપાસ ટીમ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં સ્ટેટ જીએસટી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે જેમાં તાજેતરમાં જ રાજ્યનાં આઈસ્ક્રીમ, જયુશ પાર્લર, વોટર પાર્ક, રિસોર્ટ સહિતના વિવિધ વ્યવસાયોના સ્થળે તપાસ કરવામાં આવી તી અને કરોડોની કરચોરી પકડાઈ હતી. ત્યારે હાલ રાજકોટમાં મોદી ગ્રુપ પર પડેલા દરોડામાં પણ મોટા કરચોરી પકડાશે તેવું જાણવા મળી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement