રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપા અને કોન્ટ્રાક્ટરો વચ્ચેનો GST વિવાદ ઉકેલાયો

04:33 PM Sep 14, 2024 IST | admin
Advertisement

સરકારે કરેલા પરિપત્ર મુજબ તફાવતની 6 ટકા રકમ મહાપાલિકા ભોગવશે

Advertisement

12 ટકામાંથી 18 ટકા કર થતા કોર્પોરેશનને 70 કરોડનો ધુંબો લાગશે, ગ્રાન્ટ માગવા કવાયત

રાજકોટ મહાનગરપાલિકામાં ઝોનલ કોન્ટ્રાકટરો દ્વારા સરકારે કરેલા જીએસટીના દર વધારાનો વિરુદ્ધ ઘણા સમયથી કરવામાં આવી રહ્યો હતો. કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા 12 ટકામાંથી 18 ટકા જીએસટી કરાતા કોન્ટ્રાકટરોએ આ પરિસ્થિતમાં 6 ટકા જીએસટી ભરી શકવામાં આશ્યકતા દર્શાવી હતી અને સરકારમાં રજુઆત કરતા પરિપત્ર જાહેર કરેલ. જે મુજબ બન્ને વચ્ચે ચાલતા કાર વસુલાતના 6 ટકા તફાવતની રકમ મહાનગરપાલિકાએ ભરપાઇ કરવાની રહેશે. જેના લીધે મનપા આગામી દિવસોમાં કાર્યવાહી કરી 70 કરોડ જીએસટીની તફાવતની રકમ પોતે ભોગવશે. જેના માટે સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

મનપાના કમિશનર વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ સરકારના નાણા વિભાગના પરિપત્રના આધારે મહાનગરપાલિકા અને ઝોનલ કોન્ટ્રાકટરો વચ્ચેના વિવાદનો અંત આવવામાં આવ્યો છે. મહાનગપાલિકામાં કોન્ટ્રાકટરોની જીએસટીની રકમમાં કોરોના કાળ દરમિયાન મુશ્કેલીઓ ઉભી થઇતી. આથી રાજ્ય સરકારે ખાસ પરિપત્ર જારી કરી વિવાદનો અંત આણીયો છે. જેમાં કોન્ટ્રાકટરો પાસેથી જીએસટી કર વસુલાતના 6 ટકા તફાવતની રક્મ કોર્પોરેશનને ચૂકવવાની રહેશે. પહેલા 12 ટકા જીએસટી વસુલવામાં આવતો હતો.

જેના સ્થાને 18 ટકા કર વસુલાત શરૂ કરતા મનપા અને કોન્ટ્રાકટરો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ મુદ્દે સરકારમાં રજુઆત થતા પરિપત્ર ફરી સરકારે 6 ટકાની રક્મ મનપાએ ચુકવવી તેમ જણાવ્યું હતું. છતા મહાનગપાલિકા સ્વાયત સંસ્થા હોવાથી તેને જનરલ બોર્ડમાં અલગથી ઠરાવ ર્ક્યા બાદ સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવવામાં આવશે. જેના લીધે 12 ટકા જીએસટી કર કોન્ટ્રાકટરો દ્વારા ભરપાઇ કરાશે. જ્યારે બાકીના 6 ટકા જીએસટી કરના તફાવતની અંદાજે 70 કરોડ જેટલી રક્મ મહાનગરપાલિકા ચૂકવાશે.

રાજકોટ મહાપાલિકા અને ઝોનલ કામના ઈજારેદારો વચ્ચે ચાલતા જી.એસ.ટી. કર વસૂલાતમાં 6 ટકા તફાવતની રકમનો ચાલતો વિવાદ ઉકેલાય તેવી શકયતા છે. સરકારે અગાઉ કરેલા પરિપત્ર પ્રમાણે કરમાં ચુકવવાની થતી રકમનો તફાવત મહાપાલિકા પોતે ભરપાઈ કરી આપશે. જો કે, આ માટે મનપાએ જનરલ બોર્ડમાં એક ઠરાવ કરવો પડશે. એ માટે આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરાશે. મનપાએ 70 કરોડ જેવી રકમ ચુકવવાની આવશે.

રાજકોટ મહાપાલિકામાં જી.એસ.ટી.ની રકમમાં કોરોના કાળ વખતે મુશ્કેલી ઉભી થઈ હતી અને રાજય સરકારે તે વખતે ખાસ પરિપત્ર કરીને કરની ગુંચવણ ઉકેલી નાખી હતી. હવે આ જ રીતે મહાપાલિકા પણ આગળ વધી રહી છે. મનપા સ્વાયત સંસ્થા હોવાથી તેને અલગથી ઠરાવ કરવો પડશે ત્યારબાદ 12 ટકા કર વધીને 18 ટકા થયો હતો તેના તફાવતની રકમ મનપા ચુકવી નાખશે. સરકાર પાસેથી આ માટે ખાસ ગાંટ પણ માંગવામાં આવનાર છે. કમિશનર ડી.પી. દેસાઈએ આ બાબતને પુષ્ટી આપી હતી. તેમણે કહયું હતું કે, સરકારના નાણા વિભાગના પરિપત્રને આધારે અમે કાર્યવાહી કરવાના છીએ. આગામી દિવસોમાં ઠરાવ કરાશે પછી આગળની પ્રક્રિયા હાથ ધરાશે.

Tags :
GSTgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement