રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ

11:35 AM Oct 16, 2024 IST | admin
Advertisement

હરાજીમાં રૂા.900 થી રૂા.1276 સુધીના ભાવ બોલાયા: આગાહીના પગલે મગફળીની આવક બંધ કરાઇ

Advertisement

સૌરાષ્ટ્રમાં સૌથી મોટુ ગણાતુ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફીની આવક શરૂ થઇ છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી ઉતારતા હોય છે ત્યારે આ વખતે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં એવી મગફળીની આવક નોંધાઇ રહી છે. અત્યાર સુધીમાં યાર્ડે મગફળીની 60 હજાર ગુણીની આવક નોંધાઇ હતી. વિવિધ યાર્ડમાં મગફળીની આવક નોંધાઇ રહી છે.

ત્યારે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં હરાજીમાં 20 કિલોના ભાવ રૂા.900 થી રૂા.1276 સુધીનાં બોલાયા હતા. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની સારી આવક અને સારા ભાવ બોલાયા હતા. પરંતુ હવામાન વિભાગ દ્વારા કરાયેલી વરસાદની આગાહીને પગલે માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક હવે બંધ કરવામાં આવી છે.

Tags :
gondalGondal Marketing Yardgondalnewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement