રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાલારના 7 રેલવે સ્ટેશનની કાયાપલટ માટે લોકાર્પણ-શિલાન્યાસ

12:26 PM Feb 27, 2024 IST | Bhumika
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અબજો રૃપિયાના ખર્ચે દેશભરના રેલવે સ્ટેશનોની કાયાપલટ, નવા ઓવરબ્રિજ, અન્ડર પાસ, રેલવે સુવિધાઓ તથા માલવાહક ટ્રેનો સહિતની સેવાઓ વધુ ઝડપી બનાવવા સહિતના વિકાસ પ્રોજેકટોના વર્ચ્યુલ લોકાર્પણો-શિલાન્યાસ કરીને વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. આ સંદર્ભે જામનગર-ગાંધીનગરમાં પણ કાર્યક્રમો યોજાયા હતા.અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજે દેશના 554 રેલવે સ્ટેશનોનો પુન: વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ, અન્ડરબ્રિજનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર-ગાંધીનગર સહિત રાજકોટ રેલવે ડિવિઝન હેઠળના 12 સ્ટેશનનો સમાવેશ થાય છે.

Advertisement

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગઈકાલે અનેક મેડિકલ સંસ્થાનું લોકાર્પણ થયું છે. આજે અબજો રૃપિયાના ખર્ચે 27 રાજ્યમાં 500થી વધુ જિલ્લાના 550થી વધુ રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટેનો શિલાન્યાસ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેલવે હંમેશાં ખોટમાં હતી તેવા અગાઉ રોદળાં રોવામં આવતા હતા. આજે રેલવેમાં પરિવર્તન જોવા મળી રહ્યા છે.ભારતની અર્થ વ્યવસ્થા 11મા નંબરેથી પાંચમા નંબરે પહોંચાડી છે. 10 વર્ષ પહેલાં 45 હજાર કરોડનું રેલવે બજેટ હતું આજે અઢી લાખ કરોડનું થયું છે.

ભારતને દુનિયાની માંગ અર્થ વ્યવસ્થા બતાવવા માટે કામ થઈ રહ્યું છે. મોદી ભારતને અર્થ વ્યવસ્થામાં ત્રીજા ક્રમે લઈ જવા માંગે છે. છેલ્લા 10 વર્ષથી આ દેશને ગોટાળાથી બચાવ્યા છે. નવી રેલવે લાઈન નાખવાની કામગીરી તેજ ગતિએ થઈ રહી છે. જમ્મુથી નોર્વે ભારત સુધી રેલવે લાઈન પાથરવામાં આવી છે. રેલવે ટિકીટમાં પ0 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એક સાથે પપ0 થી વધુ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થતા ઈજનેરો, મજદુરોને રોજગારી મળશે. નવી નોકરીની તકો ઉજળી બનશે. સ્ટેશન મોટા આધુનિક બનતા નાના રોજગારોને ફાયદો થશે. ટ્રેનની ગતિ વધારવા માટે ઝડપથી કાર્ય થઈ રહ્યું છે. આથી કિસાનો-કારીગરોના ઉત્પાદનો ઝડપથી પહોંચી શકશે.
રેલવે સ્ટેશનમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આજે દુનિયામાં રોકાણકારો ભારત તરફ આકર્ષાયા છે. આમ વિકસની ગતિ ચોતરફ વધી રહી છે. આજના પ્રસંગે તેમણે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વર્ચુઅલી યોજાયેલા કાર્યક્રમમાં જામનગર અને જામનગર રેલવે સ્ટેશનમાં પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા આશિષ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ મેયરો પ્રતિભાબેન કનખરા, હસમુખ જેઠવા, દિનેશ પટેલ, દંડક કેતન નાખવા, ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન જીતુ લાલ ઉપરાંત શહેરની સંસ્થાના આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ, નગરજનો, રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હાલારના 7 રેલવે સ્ટેશનોનો સમાવેશ
રાજકોટ રેલવે ડિવિઝનના 1ર જેમાં હાલારના સાત રેલવે સ્ટેશનોની કાયાપલ્ટ કરવામાં આવનાર છે. જેમાં ઓખા, દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, કાનાલુસ, જામનગર અને હાપાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખંભાળીયા, ઓખામઢી, પીપળી, હાપામાં રોડ ઓવર બ્રીજ, અન્ડર પાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement