For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ યાર્ડમાં મરચાંની મબલક આવક : 10 કિ.મી. લાંબી કતારો લાગી

12:33 PM Feb 06, 2024 IST | Bhumika
ગોંડલ યાર્ડમાં મરચાંની મબલક આવક   10 કિ મી  લાંબી કતારો લાગી

મરચા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થવા પામી છે. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવક ની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મરચા ની જણસી ભરેલા વાહનો ની લાંબી કતાર લાગી જવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 85 હજાર ભારી મરચાની આવક નોંધાવા પામી હતી.

Advertisement

ગોંડલ માર્કેટ યાર્ડ ના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરાતા શનિવાર સાંજ થી સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પોહચી ગયા હતા અને રવિવારે સવારે મરચાની આવક શરૂૂ કરવામાં આવતા યાર્ડની બહાર બંને બાજુ આશરે મરચા ભરેલા 1700 થી 1800 વાહનો સાથે 10 થી 15 કિ.મી.લાંબી લાઈનો જોવા મળી હતી. ગોંડલ તાલુકા માંથી 3 થી 4 ખેડૂતો બળદ ગાડામાં મરચાની જણસી લઈને પોહચ્યા હતા. ત્યારે મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડ મરચાની ઉભરાઈ જવા પામ્યું હતું આ સાથે મરચાનું ગ્રાઉન્ડ ટુંકું પડ્યું હતુ. અને ડુંગળી ના ગ્રાઉન્ડમાં મરચાની જણસી ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચા ની આવકને લઈને બીજી કોઈ જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મરચાની જણસી આવક સદંતર બંધ કરવામાં આવી છે. આજરોજ હરાજીમાં મરચાના 20 કિલો મરચાના ભાવ રૂૂપિયા 1000/- થી 3300/- સુધીના બોલાયા હતા.
ગોંડલનું મરચું સમગ્ર ભારત વખણાય છે. ગૃહિણીઓની પણ ગોંડલ નું ચટ્ટાકેદાર મરચા ને પ્રથમ પસંદગી આપતા હોય છે. ત્યારે આ વર્ષે ગોંડલ પંથકમાં મરચાના વાવેતરનો વ્યાપ વધ્યાની સાથે મરચાનું બમ્પર ઉત્પાદન જોવા મળ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અઢળક આવક વચ્ચે મરચાના ભાવ પર નજર કરીએ તો મરચાની સિઝનના પ્રારંભ સાથે મરચાના 20 કિલોના ભાવ રૂૂપિયા 5500/-બોલાયા હતા.બાદમાં યાર્ડમાં મરચાની આવકો વધતા બજાર ગગડતી જોવા મળી હતી.સિઝનની શરૂૂઆત પછી ગબડતી બજાર વચ્ચે રૂૂપિયા 2000/-/- નું ગાબડું પડ્યું હતું. યાર્ડના સત્તાધીશો ના જણાવ્યા મુજબ મરચાની બજાર ગબડી જવાનું મુખ્ય કારણ અન્ય રાજ્યોમાં મરચાની માંગ ઓછી હોવાના કારણે મરચાની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement