DRUCCમાં ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ રાજીવભાઈ દોશીની નિમણૂક
ચેમ્બરના સભ્યો, વેપારી સંગઠનો અને એસોસિએશનોએ પાઠવી શુભેચ્છાઓ
ઘણા વર્ષોથી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા બનાવાતી દરેક પ્રકારની કમીટીઓમાં અચુકપણે નિમણુક આપવામાં આવે જ છે. જે અન્વયે હાલમાં વેસ્ટર્ન રેલ્વેની ડિવીઝનલ રેલ્વે યુઝર્સ ક્ધસ્લ્ટેટીવ કમીટી (ઉછઞઈઈ)ના કમીટી મેમ્બરો માટેની તા. 16/08/2024 થી તા. 15/08/2026 ની બે વર્ષના સમય દરમ્યાનની કમીટીની રચના કરવામાં આવેલ છે.
જે કમીટીના સભ્ય તરીકે આપણી સંસ્થાના પ્રમુખ રાજીવભાઇ દોશી સી.એ. નું નામ પસંદગી પામેલ હોય, તેઓના દ્વારા રેલ્વેને લગતા પ્રશ્નોની યોગ્ય સ્તરે રજુઆત કરવાની કુનેહ ધરાવતા હોય અને દરેક સમસ્યાઓના સચોટ સમાધાન કરવા માટે જાણીતા હોવાથી ચેમ્બરના સભ્યો, હિતેચ્છુઓ, શુભેચ્છકો, અન્ય વેપારી સંગઠનો અને એસોસીએશનો તરફથી શુભકામના પાઠવવામાં આવી રહેલ છે.આ પ્રેસનોટ ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખ રમેશભાઇ ઝાલાવડીયા તથા સહમંત્રી જગદીશભાઇ સોની દ્વારા જણાવવામાં આવેલ છે.