રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળા સંચાલક મંડળો સામસામે

04:51 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્ય સંચાલક મંડળે કોરાટને બળવાખોર ગણાવી સસ્પેન્ડ કર્યા તો સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ટેકો જાહેર કર્યો

પ્રિયવદન કોરાટની ઉમેદવારીને લઈ 27 વર્ષ બાદ ભેગા થયેલા બે મંડળોમાં ફરી ભાગલા જેવી સ્થિતિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી તા. 24ના રોજ યોજાનાર ચૂંટણીમાં શાળા સંચાલક મંડળા વિભાગમાંથી ઉમેદવારી નોંધાવનાર પ્રિયવદન કોરાટના મામલે શાળા સંચાલક મંડળમાં ભાગલા પડી ગયા જેવી સ્થિતિ સર્જાયેલ છે. આ ચૂંટણીમાં ગ્રાન્ટેડ અને ખાગી શાળા સંચાલક મંડળ હવે સામસામે આવી ગયા છે.

શિક્ષણ બોર્ડની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ થયા બાદ રાજ્ય શાળા સંચાલક મંડળે ગત તા. 11ના રોજ મંડળના મહામંત્રી અને બળવાખોર ઉમેદવાર પ્રિયવદ કોરાટે મહામંડળના મંત્રી પદેથી તેમજ સામાન્ય સભ્યમાંથી તાત્કાલીક અસરથી દૂર કરવાની જાહેરાત કરી હતી. તેમજ મહામંડળના સત્તાવાર ઉમેદવાર તરીકે જે.વી. પટેલને જાહેર કર્યા હતાં.

જ્યારે સુરતા સ્વર્ભિર શાળા સંચાલક મંડળે આગામી ચૂંટણીમાં સંચાલક મંડળે આગામી ચૂંટણીમાં પ્રિયવદન કોરાટને ટેકો આપવાની જાહેરાત કરી છે.ગુજરાત શિક્ષણ બોર્ડની આ વખતની ચૂંટણી ખરાખરીના જંગ તરફ આગળ વધી રહી છે કારણકે બોર્ડની આ વખતની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને મંડળો સામસામે આવ્યા છે. 27 વર્ષ બાદ મર્જ થયેલા સંચાલક મંડળે જે ઉમેદવારને ઊભા રાખ્યા હતા તેની જ સામે મંડળમાંથી એક સભ્યએ બળવાખોરી કરી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મંડળ દ્વારા તે સભ્યને મંડળમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 50 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના બની છે.

આગામી 24મી સપ્ટેમ્બરે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી થનાર છે. જેમાં 9 બેઠકોમાંથી છ બેઠકો બિનહરીફ અને એક બેઠક રદ થયા બાદ હવે બે જ બેઠકો માટે ચૂંટણી છે. પરંતુ આ બે બેઠકોમાંથી સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક માટે ખરાખરીનો જંગ છે. અગાઉ વર્ષો પહેલાં એટલે કે 1997 પહેલા રાજ્યના સંચલાકોનું એક જ મંડળ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તરીકે હતું પરંતુ તે સમયે પણ બોર્ડની ચૂંટણી સમયે ઉમેદવારીમાં વિવાદ-ડખો ઊભો થતાં અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ તરીકે અલગ મંડળ બન્યું અને ત્યારબાદ વર્ષોથી બે મંડળો સામસામે હતા અને તેઓના ઉમેદવારો બોર્ડની ચૂંટણીમાં ઊભા રહેતા.

પરંતુ આ મંડળો 27 વર્ષ બાદ આ વર્ષે માર્ચમાં એક થઈ ગયા હતા, કારણકે અલગ અલગ મંડળ હોવાથી સરકાર તેઓનું સાંભળતી ન હતી. મર્જ થયેલા મંડળ એવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ-ગુજરાત પ્રદેશ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે ભાજપના જ શિક્ષણ સેલના જે. વી. પટેલને ઊભા રખાયા છે, પરંતુ છેલ્લા પાંચ ટર્મથી જીતતા સૌરાષ્ટ્રના સંચાલક સભ્ય એવા પ્રિયવદન કોરાટને ઉમેદવાર બનાવાયા ન હતા. જેથી તેઓએ બળવો પોકારીને પોતાની રીતે ઉમેદવારી નોંધાવી હતી.

જેને પગલે તેઓને મંડળમાંથી દૂર કરી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેઓ મર્જ થયેલા મંડળમાં મહામંત્રી પણ હતા. જો કે આ ઉમેદવારને સુરતના ખાનગી સ્કૂલોના મંડળે ટેકો આપ્યો છે જેથી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના સંચાલકો હવે સામસામે આવ્યા છે અને આ ઉમેદવારનું કહેવું છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ બિનઅધિકૃત અને બિનરજિસ્ટર્ડ મંડળ છે.

રાજ્યશાળા સંચાલક મંડળ અનઅધિકૃત છે: પ્રિયવદન

દરમિયાન પ્રિયવદન કોરાટે જણાવેલ છે કે, શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં "રાજ્ય શાળા સંચાલક મહામંડળ - ગુજરાત પ્રદેશે" પોતાના ઉમેદવાર અમદાવાદના જે. વી. પટેલને રાખેલ છે, ખરેખર "રાજ્ય શાળા સંચાલક મહામંડળ - ગુજરાત પ્રદેશ" નામનું મહામંડળ અનરજિસ્ટર્ડ અને અનઅધિકૃત છે, જેની કોઈ જગ્યાએ નોંધણી થયેલ નથી, આમ આ મહામંડળના ઉમેદવાર જ સત્તાવાર ન હોય અને તેનું પાર્લામેન્ટરી બોર્ડ પણ અનઅધિકૃત છે, છતાં આ મહામંડળના હોદેદારો સંચાલક મંડળના હરીફ ઉમેદવાર ડો. પ્રિયવદન કોરાટને બળવાખોર કહી "રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ"માંથી સભ્ય પદ આજીવન રદ કરેલ છે, તે મતલબની ભ્રામક જાહેરાતો કરે છે, જેનાથી રાજ્યના શાળા સંચાલકોએ ભરમાવું નહીં.

Tags :
education board electionsgujaratgujarat newsprivate school
Advertisement
Next Article
Advertisement