For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 66 શાળાઓમાં સાંસદના હસ્તે વિવિધ જરૂરી ચીજ વસ્તુઓનું અનુદાન

11:11 AM Mar 09, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લાની 66 શાળાઓમાં સાંસદના હસ્તે વિવિધ જરૂરી ચીજ વસ્તુઓનું અનુદાન

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 66 શાળાઓમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે કોમ્પ્યુટર સિસ્ટમ, વોટર કુલર તેમજ વોટર પ્યુરીફાયર સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વીસ્ટા કોન્સ્યુલેશન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના સી.એસ.આર. એક્ટિવિટીના ભાગરૂપે કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિમાં કંપનીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શિક્ષણ, આરોગ્ય તેમજ વિવિધ ક્ષેત્રે સામાજિક જવાબદારીના ભાગરૂપે કંપની દ્વારા શાળાઓમાં વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવી છે.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં દેશ તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી શરૂ કરાયેલ "મેક ઇન ઇન્ડિયા" વિઝનને સાચા વીસ્ટા કોન્સ્યુલેશન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડએ સાર્થક કર્યું છે. કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે પોતાની વાર્ષિક રકમ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં વિવિધ સુવિધા માટે અર્પણ કરવામાં આવી છે. તે બદલ હું કંપનીનો આભાર વ્યક્ત કરું છું. જામનગર સંસદીય વિસ્તારની કુલ 141 શાળાઓમાં કોમ્પ્યુટર સિસ્ટમ, વોટર કુલર તેમજ વોટર પ્યુરીફાયર સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે. જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે. જિલ્લાના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોનો પણ તેમને આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ ઉપરાંત રાજ્ય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનારા શિક્ષકો વિમલભાઈ નકુમ, નરેન્દ્રભાઈ તેમજ વાલીબેન વાઘેલાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વીસ્ટા કોન્સ્યુલેશન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર મુનિશ શર્મા, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધન જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, પી.એસ.જાડેજા, રસિકભાઈ નકુમ સહિત જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, જિલ્લાના શિક્ષકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement