For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સરગમ નવરાત્રી મહોત્સવનું આયોજન

02:29 PM Oct 01, 2024 IST | admin
લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સરગમ નવરાત્રી મહોત્સવનું આયોજન

શહેરમાં સંસ્કૃતિ અને પરંપરાના રંગોથી છલકાતો ભવ્ય સરગમ નવરાત્રી મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ

Advertisement

જામનગર શહેરમાં સંસ્કૃતિ અને પરંપરાના રંગોથી છલકાતો સરગમ નવરાત્રી મહોત્સવ આ વર્ષે પણ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. તા. 03-10-2024 થી 12-10-2024 સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે આવેલા સ્થળે આયોજિત આ મહોત્સવમાં 160 જેટલી કલાકારો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે. 60ડ્ઢ60 ફૂટના વિશાળ સ્ટેજ પર આયોજિત આ મહોત્સવમાં 6 થી 7 હજાર લોકો એક સાથે ઉપસ્થિત રહીને આનંદ માણી શકશે. આ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરંપરાગત ગરબાઓ રજૂ કરવામાં આવશે, જેમાં પ્રાચીન શૈલીના ગરબાઓનો પણ સમાવેશ થાય છે.

લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ કરતું આવે છે. સરગમ નવરાત્રી મહોત્સવ દ્વારા ટ્રસ્ટ ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવાના પોતાના પ્રયાસો કરી રહ્યું છે. આ મહોત્સવમાં શહેરના સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરો અને દાતાશ્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

સમગ્ર એરેનાની સુરક્ષા માટે 25 થી વધુ પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ્સ અને 15 થી વધુ સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી છે. 15 થી વધુ સિક્યુરિટી માટે સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. આ મહોત્સવ દ્વારા જામનગરની જનતાને એક સાથે આવીને માતાજીની આરાધના કરવાની તક મળશે અને ગુજરાતી સંસ્કૃતિનો આનંદ માણી શકશે.

જામનગરમાં આ વર્ષે સરગમ નવરાત્રી મહોત્સવ એક નવી ઉંચાઈએ પહોંચ્યો છે. લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં 160 થી વધુ બાળાઓએ છેલ્લા એક મહિનાથી અથાગ મહેનત કરીને 32 થી વધુ વિવિધ પ્રકારના રાસ ગરબા તૈયાર કર્યા છે. આ બાળાઓને પાંચ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને દરેક ગ્રુપે અલગ અલગ થીમ પર આધારિત ગરબા રજૂ કર્યા છે. આ મહોત્સવની ખાસિયત એ છે કે તેનું લાઈવ પ્રસારણ જય કેબલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી વિદેશમાં રહેતા લોકો પણ આ મહોત્સવનો આનંદ લઈ શકે. અને સમગ્ર એરેનાને 15 થી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે.

મહોત્સવમાં મેડિકલ ટીમની સુવિધા ઉપલબ્ધ છે અને પાર્કિંગની પણ સુવિધા નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે.આ મહોત્સવની કોરિયોગ્રાફી વૈશાલી સંઘવી, લાજેશ પંડયા અને દર્શના પંડયા જેવા જાણીતા કોરિયોગ્રાફરો દ્વારા કરવામાં આવી છે. તેમણે બાળાઓને વિવિધ પ્રકારના રાસ ગરબા શીખવ્યા છે, જેમાં રૂૂણઝૂણ બાજે ઘૂઘરા, ડાકલા પેરોડી, હૈયે રાખી હેમ, શિવ સ્તતિ, રામ મેડલી, કિષ્ના મેડલી, મહાકાળી, સુરત શહેરની છોરી જેવા સુંદર ગરબાઓનો સમાવેશ થાય છે.

આ તમામ ગરબાઓમાં બાળાઓએ પોતાનો પરફોર્મન્સ આપીને દર્શકોને મંત્રમુગ્ધ કારશે. સરગમ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવામાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને વિવિધ કમિટીઓના સભ્યો જોડાયા છે. તેમણે મળીને આ મહોત્સવને એક શાનદાર રીતે યોજ્યો છે. આ મહોત્સવ જામનગરની સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવે છે અને આવનારા વર્ષો માટે એક ઉદાહરણ બનશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement