For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વૃદ્ધાશ્રમના લાભાર્થે આયોજિત વૈશ્ર્વિક રામકથાની શનિવારે ભવ્ય પોથીયાત્રા

04:40 PM Nov 18, 2024 IST | admin
વૃદ્ધાશ્રમના લાભાર્થે આયોજિત વૈશ્ર્વિક રામકથાની શનિવારે ભવ્ય પોથીયાત્રા

મોરારિબાપુ માનસ સદ્ભાવના રામકથાનું કાઉન્ટડાઉન શરૂ : ડી.જે., બેન્ડવાજા, નાસિક ઢોલ, તરણેતરની રાસમંડળી સાથે પોથીયાત્રામાં સંતો-મહંતો ભક્તોને દર્શન આપશે

Advertisement

વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વૃક્ષોનાં લાભાર્થે પ્રખર રામાયણી પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન કરાયું છે. 23 નવેમ્બરથી શરૂૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે.
વૈશ્વિક રામકથાની શરૂૂઆત પૂર્વે તા. 23 નવેમ્બરે ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ પોથીયાત્રા સવારે 8:30 વાગ્યાથી વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડથી શરુ કરી હેમુગઢવી હોલ, દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફર્નવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડક્વાટર ચોકથી કથા સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી પહોચશે.

પોથીયાત્રામાંબે હજારમહિલા ભક્ત બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર ઉઠાવશે.ડી.જે. બેન્ડવાજા, નાશીક ઢોલ, તરણેતરની રાસ મંડળી સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન થયું છે. વૈશ્વિક રામકથામાં પધારેલ સંતો, મહંતો અલગ-અલગ બગીઓમાં રાજકોટના ભક્તોને દર્શન આપશે. હાથી, ખૂલ્લી જીપ, બુલેટ સમુહ પોથી યાત્રાની શોભા વધારશે. પ્રદર્શન ફલોટસ, વાનર સ્વરૂૂપ, બાહુબલી હનુમાન સ્વરૂૂપ, દેવી દેવતાઓ સ્વરૂૂપ, મીક્કી માઉસ ક્લોન સાથે અસંખ્ય ભક્તો પોથી યાત્રામાં ચાર ચાંદ લગાવશે. સમગ્રપણે ભવ્ય, અદભુત અને યાદગાર પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક સંગીત, રંગોળી, ફુલોની સજાવટ અને શાસ્ત્રોની ભવ્ય રજૂઆત કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ રથ સાથે ભજન ગાતા અને શાસ્ત્રોની મહત્તાને વધારતા આગળ વધશે.

Advertisement

પોથીયાત્રા હિન્દુ પરંપરામાં ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા અને આદર દર્શાવવાનો વિશિષ્ટ પ્રચાર છે. જ્યારે કોઈ કથા, યજ્ઞ કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે, ત્યારે પોથીયાત્રા દ્વારા શાસ્ત્રોને સન્માનપૂર્વક સભાન કરવામાં આવે છે. પોથીયાત્રા ધર્મ અને સમાજના સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતિક છે.યાત્રા થકી લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ ઉત્પન્ન થાય છે અને ગ્રંથોના અધ્યયન તથા તેમના સિદ્ધાંતોનું જીવનમાં અમલ કરવાનો સંદેશો મળે છે. આ યાત્રા દ્વારા સમૂહ પ્રાર્થના, ભજન-કીર્તન અને સંસ્કૃતિના પ્રસાર માટે પણ માર્ગદર્શન મળે છે. પોથીયાત્રાનાં આયોજન માટે પોથી યાત્રા મુખ્ય ક્ધવીનર કિશનભાઇ ટીલવા, વિપુલભાઈ પાનેલિયા તથા ક્ધવીનર અજયભાઈ રાજાણી, પોથીયાત્રા સમિતિ સભ્યો વસંતભાઈ લીમ્બાસીયા, સાવનભાઈ કાકડીયા, રાકેશભાઈ ભાલાળા, કલ્પેશભાઈ પટેલ, ક્ધવીનરનિતેશભાઇ કથીરિયા, સુરજભાઈ ડેર, મોહિતભાઈ કાલાવડીયા, દીપકભાઈ કાચા, કપિલ ભાઈ પટેલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટનાં લોકો તેમજ જુદા જુદા સ્થળેથી વૈશ્વિક રામકથાનું રસપાન કરવા આવેલા શ્રાવકોને પોથીયાત્રામાં જોડાવવા જાહેર આમંત્રણ છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.

પોથીયાત્રા દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી રક્તદાન કેમ્પ

સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક "માનસ સદભાવના” રામકથા નિમિત્તે શ્રીમદ રાજચંદ્રફાઉન્ડેશન રાજકોટ(વિનય જસાણી)નાં સહયોગથી તા.23, નવેમ્બર, શનીવારના રોજ પોથીયાત્રા દરમ્યાન બપોરે 300થીસાંજે700કલાકસુધી, રેસકોર્ષ ગ્રાઉન્ડ,રામકથા સ્થળ, રાજકોટ ખાતે 2કતદાનકેમ્પયોજાશે.સમગ્રપણે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલનાં ગરીબ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે હજારોબોટલ રક્તદાન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આખા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેંક આમંત્રણ આપી તેમની રક્તદાનની ઝોળી છલકાવવાનો નિમિત્ત, પ્રયાસ છે.

ગુજરાતની તમામ સીવીલ હોસ્પિટલનાં જરૂૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિ:શુલ્ક લોહી મળી રહે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનોખી સેવા કરવામાં આવશે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સીવીલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડીત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પમાં જોડાવવા તેમજ આ પ્રકારના રક્તદાન કેમ્પનું કોઈને આયોજન કરવું હોય તો વિનય જસાણી (મો. 94282 00660) પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

રામકથા પૂર્વે બુધવારે માનસ સદ્ભાવના ઈકો ફ્રેન્ડલી યજ્ઞ
આગામી તા.23નવેમ્બરથી રેસકોર્સ મેદાન ખાતે પ્રખર રામાયણી મોરારિબાપુની "માનસ સદભાવના" કથા માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓમાં રાજકોટના શ્રેષ્ઠીઓ, વિવિધ પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ, મહાજનો સહિત સૌ કોઈ આખરી ઓપ આપી રહ્યા છે, કથાના પ્રારંભ પહેલા એટલે કે તા. 20 મી નવેમ્બરે સવારે 8.30 થી 11.30 દરમિયાન "માનસ સદભાવના યજ્ઞ" યોજાશે. 108 કુંડના આ યજ્ઞમાં 216 યજમાન, દાતાઓ અને સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ જોડાશે, અયોધ્યામાં ભગવાનશ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા બાદ રાજકોટમાં મોરારિબાપુની કથા પ્રથમ વખત યોજાઇ રહી છે.

રાજકોટમાં યોજાનાર આ વૈશ્વિક રામ કથા એઅદ્યતન સુવિધા સાથેના વિશાળ સદભાવના વૃધ્ધાશ્રમના નિર્માણ અને સમગ્ર ભારતને "ગ્રીન ભારત" બનાવવાના સદભાવના વૃદ્ધાશ્રમનાં સ્વપ્ન સાથે ચાલતા વૃક્ષારોપણ મહાભિયાનના લાભાર્થે યોજાનાર છે માટે તે અનેક રીતે વિશેષ બનવાની છે. આ વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં દેવતાઓને આહવાન આપવા રેસકોર્સ મેદાન ખાતે યજ્ઞ યોજાશે , દરેક કુંડ પર એક એમ કુલ 108 ઉપાચાર્ય યજ્ઞ કરાવશે, યજ્ઞમાં વિદ્વાન બ્રહ્મદેવતાઓ શાસ્ત્રોક્ત વિધિથી "શ્રી રામ નામની "આહુતિઓ અર્પણ કરશે, ઉપરાંત જેને સદબુધ્ધિનો મહામંત્ર માનવામાં આવે છે તે ગાયત્રી મંત્રતથા મહામૃત્યુંજય મંત્ર, ગણેશ મંત્ર અને લક્ષ્મી મંત્રો સાથે સમગ્ર રેસકોર્સ મેદાનમાં એક શુભ ઉર્જા અને આવરણ સર્જાશે.

આ પવિત્ર આવરણ માત્ર રેસકોર્સ મેદાન જ નહીં પણ સમગ્ર રાજકોટના આકાશને પવિત્ર ઊર્જાથી ભરી દેશે અને વાતાવરણમાં પણ શુધ્ધ અને સાત્વિક વાઇબ્રેશન પ્રસારાવશે. આ યજ્ઞની સૌથી મોટી વિશેષતા એ છે કે આ યજ્ઞ ઇકો ફ્રેન્ડલી હશે, કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં, ઉપરાંત યજ્ઞ જે કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે તે તમામ રિસાયકલ નેચરલ મટીરીયલ્સ જ વાપરવામાં આવશે.આ યજ્ઞનો માટે આર્થિક સહયોગ પણ સદભાવનાના એક એક ઘનિષ્ઠ સહયોગીઓએ શુભ ભાવના અને સદભાવના સાથે આપ્યો છે. યજ્ઞમાં યજમાનો ભારતીય પોષક ધોતી, ખેસ ધારણ કરશે.સમગ્ર વૈદિક પરંપરા સાથે આ યજ્ઞોથી રેસકોર્સ મેદાનમાં ઋષિ સંસ્કૃતિના દર્શનની પણ ઝાંખી થશે. માનસ સદભાવના યજ્ઞ" સમિતિના સર્વઉમેશભાઈ માલાણી (માલાણી કંસ્ટ્ર.), ડી. કે. પટેલ (ચાર્ટડ એકાઉન્ટન્ટ), અમર ભાલોડીયા (ગેલેકસી ગ્રુપ, એસ. એન. કે. સ્કૂલ, રાજકોટ),પ્રતિક ડઢાણિયા (આર્કિટેક્ટ), હરિશ રાણપરા (ચાર્ટડ એકાઉન્ટન્ટ)સહિતના મહાનુભાવો યજ્ઞને ભવ્યાતિભવ્ય બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement