For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉમા ડાયનેમિક ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન

05:18 PM Sep 11, 2024 IST | Bhumika
ઉમા ડાયનેમિક ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન
Advertisement

કડવા પટેલ સમાજના ખેલૈયાઓ એક લાખ ચોરસ ફૂટના ગ્રાઉન્ડમાં ઝૂમી ઉઠશે

બહું ટુંકાગાળામાં જ લોકસેવામાં ઉભરી આવેલ સંસ્થા ઉમા ડાયનેમીક કલબ દ્વારા રાજકોટમાં રાષ્ટ્રીય પર્વ જેવા કે 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરી પર્વમાં પોતાની નૈતિક ફરજ સમજી ધ્વજ વંદનનાં ભવ્ય કાર્યક્રમો, છેલ્લા પાંચ વર્ષથી દુંદાળા દેવશ્રી ગણપતિ મહોત્સવની ઉજવણી અને સાથે સાથે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા, અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી જેમાં અસંખ્ય ભાઈ-બહેનોનાં સથવારે ભવ્ય રથયાત્રા, બાઈક રેલી ઉપરાંત આશરે 16000 લોકો માટે મહાપ્રસાદનું પણ શાનદાર આયોજન ઉમા ડાયનેમીક કલબ દ્વારા કરવામાં આવેલ હતું.

Advertisement

માં આદ્યશકિતની આરાધના સાથે વિસરતી જતી આપણી પ્રાચિન સંસ્કૃતિની ધરોહરને સાચવવા તેમજ આજની યુવા પેઢીમાં ભકિત-શકિત સાથે નૈતિકતાનાં મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી તદ્ન પારિવારીક વાતાવરણમાં યુ.ડી. કલબ આયોજીત ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024 દ્વારા સમગ્ર કડવા પટેલ સમાજનાં ભાઈ-બહેન ખેલૈયાઓ માટે નવરાત્રીનું આયોજન હાથ ધરાયું છે.

રાજકોટનાં અસહ્ય ટ્રાફીક અને ઘોંઘાટથી દુર બીજા 150 ફુટ રીંગ રોડ ઉપર કટારીયા ચોકડી થી મુંજકા તરફ જતા ઓર્બિટ રોયલ ગાર્ડન ખાતે 25 વિધા જેવી વિશાળ જગ્યામાં 1,00,000 ફુટ નું ગ્રાઉન્ડ તો ફકત ખેલૈયાઓ માટે જ બનાવવામાં આવનાર છે. આ મોકળાશ કદાચ આ એક જ આયોજનમાં જોવા મળશે. ગ્રાઉન્ડની મુખ્ય જમાપાસુ એ છે કે વરસાદી વાતાવરણમાં પણ બહું ઓછા સમયમાં આ ગ્રાઉન્ડ પહેલા જેવું જ ખેલૈયાઓ માટે અનુકુળ અને રમવા લાયક બની રહેશે. આ નવરાત્રી મહોત્સવ ફકત ને ફકત કડવા પાટીદાર સમાજનાં ભાઈ-બહેનો પુરતો જ મર્યાદીત રહેશે જેની સર્વે લોકોએ ખાસ નોંધ લેવી. આ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન યુ ડી કલબ ના લોગાનું પણ લોન્ચીંગ કરવામાં આવેલ હતું.ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024માં ટાઈટલ સ્પોન્સર તરીકે ક્રેડેન્સ સોલાર અને મેઈન સ્પોન્સર તરીકે ગોકુલ નમકીન, રાધે ઈન્ડસ્ટ્રીયલ એરીયા, શ્રી બિલ્ડર્સ, ઈટાલીકા સિરામીક, વરમોરા વિટ્રીફાઈડ અને ડેકોરા ગ્રુપનો સહયોગ સાંપડયો છે. આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને સંગીતનું જોમ પુરુ પાડવા 1,50,000 વોટ ની જેબીએલ કંપનીની એ12 સાઉન્ડ સીસ્ટમ (રામદુત સાઉન્ડ) રાખવામાં આવેલ છે.

ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024માં ફીમેલ સિઝન પાસ ફકત રૂૂા.500, જેન્ટસ સિઝન પાસ ફકત રૂૂા.800, 8 થી 12 વર્ષનાં બાળકો માટે સિઝન પાસ ફકત રૂૂા.300 અને કપલ સીઝન પાસનાં ફકત રૂૂા.1200 જેવી નજીવી કીંમતે કડવા પટેલ સમાજનાં ખેલૈયાઓ માટે રાખવામાં આવેલ છે. ખેલૈયાઓ માટે પાસ મેળવવા માટેનાં ફોર્મ મેળવવાનું અને ભરીને પરત કરવા માટે ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024 - મધ્યસ્થ કાર્યાલય : પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે થી ઉપરાંત રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પણ રહેતા લોકો માટે (1) સંતોષ સ્ટેશનરી માર્ટ - શ્રીજી બંગ્લોઝ સોસાયટી, સત્ય સાંઈ હોસ્પિટલ રોડ, મો.94288 91988 (2) બાલ્વી પ્રોવિઝન સ્ટોર - ન્યુ આશ્રમ રોડ, જ્ઞાનગંગા કોમ્પલેક્ષ, પારૂૂલ ગાર્ડનની બાજુમાં, મો.98259 98358 (3) ઉમા ડેકોરેશન - રામેશ્વર પાર્ક, 80 ફુટ રોડ, સગુન ગાઈનેક હોસ્પિટલ સામે, મવડી, મો. 92651 1170 (4) પટેલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ - જી 7, શીલ્પન પ્લાઝા, સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, મો. 99799 85855 (5) પટેલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ - મેટ્રો સીટી કોમ. કોમ્પલેક્ષ, નાગરીક બેંક ચોક, ઢેબર રોડ, મો. 94284 67218 (6) ડેલાઈટ ટેકનોલોજી - મવડી બાયપાસ રોડ, બાપા સિતારામ ચોક પાસે, મેઘાણી પરિવાર વાડી, રાજકોટ મો. 972470 00133 (7) પટેલ ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી - સીટી શોપ, ડો.યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી સામે, મો.94265 48606 (8) પુષ્કરભાઈ પટેલ કાર્યાલય - અક્ષર માર્ગ, ગાયત્રી ડેરી પાસે, મો. 82387 60990 (9) ચપ્લા ડ્રાયફ્રુટ એન્ડ ચોકોલેટ - 39 સુવર્ણભુમી, સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં, મો. 99097 15453 (10) ઉમીયા કોસ્મેટીક એન્ડ કેમીકલ્સ - અંબીકા ટાઉનશીપ, 3-કસ્તુરી રેસીડેન્સીની બાજુમાં, કડવાણી સુપર માર્કેટની બાજુમાં, જીવરાજ પાર્ક મેઈન રોડ મો.99097 15453 (11) મારૂૂતિ સ્ટુડીયો - સાધુવાસવાણી રોડ, જનકપુરી રોડ, અમૃત કોમ્પલેક્ષ, મો.98248 86656 (12) નચિકેતા સ્ટેશનર્સ - ધુલેશીયા સ્કુલ સામે, કોટેચા ચોક, કાલાવડ રોડ મો.94277 24112 (13) શીવ મોબાઈલ - 5-પ્રાઈડ સ્કેવર કોમ્પલેક્ષ, આલાપ એવન્યુ સામે, પુષ્કરધામ મેઈન રોડ મો. 96244 22228 (14) શ્રીધર સ્ટેશનરી મોલ 06 ફોંચ્યુન ઈમ્પાયર, ઈન્દીરા સર્કલ પાસે, યુનિવર્સિટી રોડ, મો. 84600 00810, (15) સ્વસ્તીક સ્ટેશનરી - અજંતા કોમ્પલેક્ષ, ઈન્દીરા સર્કલ પાસે, યુનિ. રોડ, મો. 94265 18125 (16) પટેલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ - 14-શિલ્પન ટાવર, વર્ધમાન કોમ્પલેક્ષ, સાધુ વાસવાણી રોડ, મો. 94271 61135 (17) પટેલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ - આશિર્વાદ કોમ્પલેક્ષ, 4-તીરૂૂપતીનગર, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, મો.99788 22949 (18) વિદ્યા સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ - બીઝનેશ પ્લાઝા, પરીમલ સ્કુલ સામે, કાલાવડ રોડ મો. 94280 37174 (19) ધ અર્બન ઈન્ટીરીયર - નચિકેતા સ્કુલની બાજુમાં, અંબીકા ટાઉનશીપ મેઈન રોડ, મો. 90999 55050 (20) પટેલ સ્ટેશનરી - 5 પાર્થ એવન્યુ, કસ્તુરી મેઈન રોડ, અંબીકા ટાઉનશીપ, મો. 81282 48651 (21) પટેલ ફરસાણ - અક્ષર પરીસર સામે, જીવરાજ પાર્ક, મો. 96244 43500 (22) ફેમીલી માર્ટ - જયશુભ એપાર્ટમેન્ટ, શ્યામલ વાટીકાની બાજુમાં, ટી એન રાવ સ્કુલ રોડ, પટેલ ચોક મો. 99745 70884 ખાતે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024ને સફળ બનાવવા ટીમ યુડીનાં એડવાઈઝરી ડાયરેકર જીવણભાઈ ગોવાણી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વશ્નાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સંજયભાઈ જાકાસણીયા, પુષ્કરભાઈ પટેલની આગેવાનીમાં ઉમા ડાયનેમિક કલબનાં પ્રમુખ પંકજભાઈ કાલાવડીયા તથા સમગ્ર કમીટી મેમ્બર તનતોડ મહેનત કરી રહયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement