રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જગતગુરુ શંકરાચાર્ય મહેન્દ્રાનંદગીરીનો જૂનાગઢમાં ભવ્ય પ્રવેશ

11:04 AM Aug 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શ્રી પંચદશનામ જૂના અખાડા જૂનાગઢ મુજકુંદ ગુફાના મહંત 1008 શ્રી શ્રી 1008 મહા મંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ કે જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે. જેને થોડો સમય પહેલા જ અખાડાની વૈદિક પરંપરા મુજબ ગુરુ મહારાજ મહંત હરિગીરીજી મહારાજ, મહંત હરિગીરીજી મહારાજ,સાધુ સંતો, મહાત્મા અને તમામ અધિકારીઓની સંમતિ અને હાજરીથી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમની પાવન ભૂમિ પર જગદગુરુની પદવી એનાયત કરવામાં આવી હતી. ગઈકાલે સાધુ સંતો મહંતો ભક્તો અને હજારોની સંખ્યામાં અનુયાયો સાથે 400થી વધુ ગાડીઓના કાફલા સાથે જૂનાગઢમાં નગર પ્રવેશ કર્યો હતો.

1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરી મહારાજ સૌથી નાની વયમાં જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જગતગુરૂૂના સાનિધ્યમાં હજારો સન્યાસીઓએ દીક્ષા લીધી છે. સનાતન ધર્મની જ્યોત હંમેશા માટે પ્રજ્વલિત રાખનાર આ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજનું વાજતે ગાજતે સામૈયા કરી જૂનાગઢમાં નગર પ્રવેશ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભવનાથ ક્ષેત્રના મહંત હરગીરી મહારાજ, ઇન્દ્ર ભારતીજી મહારાજ ,કાશી સુમેરુ મચના શંકરાચાર્ય, મહામંડલેશ્વર જયઅંબા ગીરી, મહામંડલેશ્વર કૈલાસ આનંદજી મહારાજ તેમજ અનેક સાધુ સંતોએ ભવ્યથી અતિ ભવ્ય ઢોલ, નગરા અને ડીજેના તાલે જગતગુરુનું સ્વાગત કરી નગર પ્રવેશ કરાવ્યો હતો, ત્યારે ઇન્દ્રભારતી મહારાજે દત્તચોકમાં પહોંચતા જ જગતગુરુ પર રૂૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જે બાદ તમામ સાધુ સંતો મહંતો અને જગતગુરુએ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી.

આજે અમે સૌ સાધુ સંતો મહંતો શંકરાચાર્ય મહામંડલેશ્વરોએ ભવનાથ મહાદેવ ,મુજકુંદ મહાદેવ, દામોદર કુંડ અને ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા હતા. સનાતન માટે જૂનાગઢ માટે આપણી પરંપરાઓ મુજબ હંમેશા સતત સાધુ સંતો પ્રયત્નશીલ હોય છે. જો કે વિશેષ આપણી સનાતનની ધરોહર અને આપણી સંસ્કૃતિમાં કોઈપણ પ્રકારની છેડછાડ ન થાય તેનું પૂરું ધ્યાન રાખીશું. જૂનાગઢની ચાલી આવતી પરંપરાઓને તોડવા માટે એન કેન પ્રકારે ઘણા પ્રયાસો થતા હોય છે. ત્યારે હવે આવા પ્રયત્નો સામે અમે લાલ આંખ કરીશું. અખાડા પરિષદમાં આજે જે ચર્ચા વિચારણા થઈ છે તે મુજબ આવનાર સમયમાં તમામ જાતિઓને જોડી તમામ સાધુ સંતોને જોડી સનાતનના દરેક પ્રકારના પ્રશ્નો નિરાકરણ લાવે તેવું એક ટ્રસ્ટ અને સંગઠન બનાવીશું. આ ટ્રસ્ટ સનાતન અને ભારતીય સંસ્કૃતિ માટે હંમેશા જાગૃત રહેશે. જેમાં ગામડાઓ થી માંડી મોટા શહેરો સુધીની સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે.

સનાતન ધર્મની જયોત પ્રજજવલિત રાખવા પૂરી જવાબદારી નિભાવીશ
જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરી મહારાજે જણાવ્યું હતું કે જૂનાગઢમાં પ્રથમ નગર પ્રવેશ કર્યો છે. ત્યારે ગુરુ હરી ગીરીજી મહારાજ ઇન્દ્રભારતી મહારાજ અને તમામ અખાડા, સાધુ સંતો સૌ એ મળી મારા નગર પ્રવેશનું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું. શ્રી પંચદ દશનામ જૂના અખાડા અને તમામ અખાડા પરિષદ દ્વારા સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખવા મને જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે તેની પુરે પૂરી જવાબદારી નિભાવીશ. આમ તો સનાતન માટે વર્ષોથી મેં મારું જીવન અર્પણ કરેલું છે. છેલ્લા પાંચ વર્ષમાં 850 થી વધુ સંન્યાસીઓને અખાડામાં જોડી દીક્ષા આપી છે. જ્યારે તમામ પ્રકારના જાતિવાદને તોડી હિન્દુ એક થશે, ત્યારે જ સનાતન ધર્મને સાચી ઉજાગરતા મળશે. મારાથી બનતું જેટલું વધુમાં વધુ કાર્ય હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે બનશે તેટલું કાર્ય કરીશ.

Tags :
gujaratgujarat newsJagatguru Shankaracharya MahendranandagiriJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement