For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે, તૈયારી કરવા અધિકારીઓને સૂચના

03:24 PM May 13, 2025 IST | Bhumika
ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે  તૈયારી કરવા અધિકારીઓને સૂચના

30 જૂન સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી પંચાયતોની ચૂંટણી યોજાશે

Advertisement

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને આખરી તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજવા માટે સૂચના આપી દેવાઈ છે. વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને બેલેટ પેપર અને કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની આખરી તૈયારીઓ શરૂૂ કરી દેવાઈ છે. 1-4-2022 થી 30-6-2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. આ ઉપરાંત વિસર્જન થયેલી તથા મધ્યસત્ર ચૂંટણીને લઈ પૂર્વ તૈયારીઓ માટે કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે.

Advertisement

અગાઉ રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેકટરો, પ્રાંત અધિકારીઓને પત્ર લખીને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા આદેશ કર્યો હતો. જેમાં મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવી લેવા આદેશ કરાયો હતો. તે ઉપરાંત કલેકટરને લખાયેલા આ પત્રમાં ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીની નિયુક્તિ કરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement