ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મે ના અંતમાં જાહેર થશે ગ્રામ પંચાયતોની ચૂંટણી

05:30 PM May 17, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગ્રામ પંચાયતની ચૂંટણી મે મહિનાના અંતમાં જાહેર થઈ શકે છે. ગ્રામ પંચાયતને લઇને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. પોલીસ, ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ આપવા માટે સૂચના અપાઈ છે.મતદાન મથકથી લઈ સ્ટ્રોંગરૂૂમ નક્કી કરવા જરૂૂરી સૂચના અપાઈ છે. ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી, કાઉન્ટિંગ સ્ટાફને તાલીમનું આયોજન કરવામાં આવશે ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા નિર્ણય લેવાયો છે .

ગુજરાતમાં કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15 જૂન પહેલા યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી. રાજ્યની 8400 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ કલેક્ટરોને આદેશ અપાયો છે. . વોર્ડ મુજબની ફોટા સાથેની મતદારયાદી તૈયાર કરવા આદેશ આપયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ 30 જૂન 2025 સુધીમાં જેની મુદત પૂર્ણ થાય છે તેવી સાત હજાર ગ્રામ પંચાયતો છે જેની ચૂંટણી યોજવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવે લખેલા પત્રમાં સ્પષ્ટ કહેવાયું કે 1 એપ્રિલ 2022થી લઈ 30 જૂન 2025 સુધી મુદત પૂર્ણ થતા ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટાચૂંટણી આગામી સમયમાં યોજવાની થાય છે.

જેથી મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવી લેવામાં આવે. કલેકટરને સંબોધીને લખાયેલા આ પત્રમાં ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીની નિયુક્તિ કરવાની રહેશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી આ દિવસોમાં ચૂંટણી થતા છેલ્લા અઢી વર્ષથી ચાલતા વહીવટદારી શાસનનો અંત આવશે.

નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. રાજ્યની 68 નગરપાલિકાઓમાંથી 62 પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક નગરપાલિકા જીતવામાં સફળ રહી છે. 68 નગરપાલિકાઓ પૈકી 62 પર ભાજપે સત્તા મેળવી, જ્યારે 66 પૈકીની 60 નગરપાલિકાઓ પર સ્પષ્ટ બહુમત પ્રાપ્ત કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગર પાલિકા સાથે કુલ 62 નગરપાલિકા પર જીત મેળવી છે. ત્રણેય તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર એક નગરપાલિકા આવી છે. જ્યારે પાંચ નગરપાલિકામાં અન્યની જીત થઈ છે.

Tags :
ElectionElection newsGram Panchayat electionsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement