GPSC દ્વારા તા.20મીએ લેવાશે વર્ગ-1 અને 2ની પ્રિલીમરી પરીક્ષા
આગામી 20 એપ્રિલે GPSC ની ક્લાસ-1ની 39 અને 2ની 168 સહિતની કુલ 244 પોસ્ટ પર ભરતી માટેની પ્રીલિમ્સ યોજાશે. કુલ 200 માર્કનું પેપર સામાન્ય અભ્યાસનું રહેશે. આશરે 97 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે. ક્લાસ-1અને 2ની વહીવટી સેવા (જુનિયર સ્કેલ), નાયબ અધિક્ષક (બિન હથિયારધારી), જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ). નાયબ નિયામક (વિક્સતિ જાતિ), મદદનીશ કમિશનર (આદિ જાતિ કમિશનર), સહાયક રાજ્ય વેરા કમિશનર પોસ્ટ માટેની પ્રીલિમ્સ પરીક્ષા લેવાશે.મહત્ત્વનું છે કે, પ્રીલિમ્સમાં 200 માર્કસની પ્રીલિમ્સમાં કુલ 200 માર્કસના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે.
અગાઉ કુલ 400 માર્કસની ઓબ્જેક્ટિવ પ્રશ્નો પર આધારિત પરીક્ષા યોજાતી હતી. ત્યાર બાદ મુખ્ય લેખિત પરીક્ષા 1250 માર્કની રહેશે.GPSC દ્વારા તા. 27 એપ્રિલનાં રોજ લેવામાં આવનાર તમામ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રવિવારે લેવામાં આવનાર તમામ પરીક્ષા તા. 29 એપ્રિલનાં રોજ રજાના દિવસે લેવામાં આવશે. તેમ જીપીએસસી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.જાહેરાત 81/ 2024-25, 11/ 2024-25, 112/ 2024-25 નાં ઉમેદવારો તા. 20.4.2025 ની વર્ગ 1 અને 2 ની પરીક્ષા આપવા પરીક્ષા સ્થળે પહોંચી શકે તેને લઈ સબંધિત વિષયની પરીક્ષાની તારીખ બદલવી પડી છે.