GPSC દ્વારા ખાણ વિભાગ હસ્તકની વર્ગ-1,2ની પરીક્ષા રદ
GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ પણ રાજ્યના યુવાનો માટે નિરાશાજનક જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ગ 1 અને વર્ગ 2 માટેની બે ભરતી જીપીએસસી દ્વારા રદ્દ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ જીપીએસસી દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશ્નર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-1ની કુલ-01 જગ્યા અને મદદનીશ કમિશ્નર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-2 ની કુલ-02 જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા 1 ફેબ્રુઆરીએ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે ભરતી નિયમોમાં સુધારાની તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોઈ GPSCએ બંને જાહેરાતો રદ કરી છે.
વિભાગ દ્વારા પ્રસ્તુત જગ્યાઓના નવેસરથી માંગણીપત્રકો મળ્યા બાદ નવી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. ત્યારે આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.