GPSCની ગુરુવારે લેવાનાર મદદનીશ સિવિલ ઇજનેરની પરીક્ષાની તારીખ બદલાઇ
રાજય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી જગ્યા ભરવા માટે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમુક પરીક્ષાના શેડયુલ એક સાથે આવી જતા તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી તા.13 એપ્રિલે યોજાનાર મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાના ટાઇમટેબલમાં ફેરફાર કરાયો છે.
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. GPSCની ભરતી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે, 13મી એપ્રિલની જગ્યાએ 17મી એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. 13મી એપ્રિલે પોલીસ ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હોવાનાં કારણે આ ફેરફાર કરાયો છે. GPSCનાં ચેરમેન હસમુખ પટેલે જાણકારી આપી છે.
GPSCનાં ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને લખ્યું કે, 13મી એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે. જેથી જાહેરાત ક્રમાંક 73/2024-25, મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ-2 ની તારીખ 13મી એપ્રિલના રોજ હોવાથી તે લેખિત પરીક્ષા હવે 17મી એપ્રિલના રોજ લેવામાં આવશે.