GCAS પોર્ટલથી Ph.D.માં પ્રવેશ મુદ્દે સરકાર અને યુનિવર્સિટીઓ સામ-સામે
યુજી અને પીજીના પ્રક્રિયા માટે GCASપોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક મૂંઝવણ અને છબરડાને લઈને વિવાદ થયો હતો. જ્યારબાદ Ph.D પ્રવેશ પ્રક્રિયા પણ જીકાસ પરથી કરવાને લઈને ફરી વિરોધ શરૂૂ થયો છે. કારણ કે, યુનિવર્સિટીઓની ઈચ્છા પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા કરવાની છે, પરંતુ સરકારે પણ પોતાની જાહેરાતને વળગી રહી જીકાસથી પ્રવેશ પ્રક્રિયાની જીદ પકડી રાખી છે. જીકાસથી પ્રવેશ પ્રક્રિયામાં સૌથી મોટો પ્રશ્ન રજિસ્ટ્રેશન ફી અને પ્રવેશ ફી નો છે. કારણ કે, જીકાસ પર રજિસ્ટ્રેશન માટે 300 રૂૂપિયા ભર્યા બાદ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની પરીક્ષા ફી પણ અલગથી ભરવી પડે તેમ છે.
જેના માટે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નોંધનીય છે કે, સરકારી યુનિ. ઓમાં હાલ Ph.D પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન શરૂૂ નથી થયું. આ ઉપરાંત દરેક યુનિ.ની પોતાની અલગ-અલગ પ્રક્રિયા અને પદ્ધતિ છે. યુનિ. પીએચડી પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લે છે. જેના માટે દરેક યુનિ. પોતાના રીતે જ ફી નક્કી કરે છે. પરંતુ, આ વખતે યુજીસી દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમને કારણે અનેક પ્રશ્ન ઊભા થયા છે. યુજીસીએ ગઊઝના સ્કોરને જ Ph.D પ્રવેશ માટે ધ્યાનમાં લેવાનું અને જરૂર ન તો એન્ટ્રન્સ ટેસ્ટ ન લેવા ભલામણ કરી છે. જેના કારણે દરેક યુનિ.માં નેટ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે અલગથી બેઠકો પણ રાખવી પડે તેમ છે. આ સાથે જીકાસ પોર્ટલ પરથી પ્રવેશ પ્રક્રિયા કરવાથી ફીનો પ્રશ્ન ઊભો થાય છે.
જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફી 300 રૂૂપિયા છે અને બાદમાં વિદ્યાર્થીઓએ જે તે યુનિ.માં અલગથી પણ પ્રવેશ ફી ભરવી પડે તમે છે. હવે આ તમામ મુદ્દે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. સરકારે જીકાસ પોર્ટલમાંથી જ પ્રવેશ મુદ્દે યુનિ. છૂટ પણ આપી શકે છે. પરંતુ, જો થોડા દિવસોમાં નિર્ણય નહીં લેવાય તો પ્રવેશ ઘણો વિલંબ થશે. કારણ કે, સપ્ટેમ્બર મહિનો શરૂૂ થઈ ગયા બાદ પણ હજુ સુધી રજિસ્ટ્રેશન શરૂૂ થયું નથી.