ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયા

06:45 PM Jan 02, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ભાજપના ધારાસભ્યો અને ખોડલધામના આગેવાનોને તાબડતોબ અમરેલી મોકલી મામલો થાળે પાડવા પ્રયાસ

ભોગ બનનાર યુવતીને તાત્કાલિક જામીન મુક્તિના ગીતડા ગાવાનું શરૂ, જવાબદારો સામે પગલાં ભરવાના મામલે મૌન

અમરેલીમા ભાજપની આંતરીક ભવાઇમા રૂા. 8 હજારના પગારથી ટાઇપીસ્ટ તરીકે નોકરી કરતી યૂવતીનુ રીઢા ગુનેગારની માફક પોલીસે સરઘસ કાઢતા લોકોમા ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ મામલો વધુ ઉગ્ર બને તે પહેલા સરકારે ડેમેજ ક્ધટ્રોલ શરૂ કર્યુ છે અને આજે તાબડતોબ ભાજપના ધારાસભ્યો-આગેવાનો તેમજ ખોડલધામ સહિતની સંસ્થાઓના હોદેદારોને અમરેલી દોડાવ્યા હતા.

આ આગેવાનોએ અમરેલીમા બંધ બારણે બેઠક યોજી હતી અને ગંદા રાજકારણ તથા પોલીસ અત્યાચારનો ભોગ બનેલ યુવતિને તાત્કાલીક જામી મળે તથા તેની સામેની ફરિયાદ રદ થાય તે માટે પ્રયાસો કરવા ચર્ચા કરી હતી.

જો કે એક પણ આગેવાને સમાજની નિર્દોષ દીકરીનુ ફરીયાદમા ખોટી રીતે નામ લખાવનાર અને તેણીનુ જાહેરમા સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે પગલા ભરવાની માંગણી કરી ન હતી.

આ બેઠક બાદ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ જણાવ્યુ હતુ કે હાલ ભોગ બનનાર યુવતીને વહેલી તકે જામીન મળે તેવા ખોડલધામના પ્રયાસો છે અને ત્યારબાદ ફરિયાદમાથી જ તેનુ નામ દૂર કરવામા આવે તેવા પ્રયાસો કરવામા આવશે. આ સિવાય યુવતીને અન્ય જે પણ મદદની જરૂર હશે તે પૂરી પાડવા ખોડલધામ તૈયાર છે.આજની બેઠકમા ખોડલધામના પ્રતિનિધિઓ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો મહેશ કશવાલા, આ પ્રકરણમાં અત્યાર સુધી મીડિયાથી મોં છૂપાવીને ભાગતા ફરતા ધારાસભ્ય કૌશિક વેકરીયા, પોલીસને બચાવવા સતત પ્રયાસો કરતા સાંસદ ભરત સુતરીયા વિગેરે હાજર રહયા હતા.

કૌશિકભાઇની ફેવરમાં વીડિયો બનાવો એટલે તમારી દીકરી કાલે છૂટી જશે

ભોગ બનેલ યુવતીના પિતાનો સ્ફોટક વીડિયો
અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને તેના હરીફ જુથના આંતરીક આખલા યુધ્ધમાં નિર્દોષ પાટીદાર યુવતીનું જાહેર સરઘસ કાઢવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ભાજપે ડેમેજ ક્ધટ્રોલ શરૂ કર્યું છે તેવા સમયે જ ભોગ બનનાર યુવતીના પિતાનો સ્ફોટક વીડીયો વાયરલ થયો છે. અમરેલી પત્રિકાકાંડમાં આજે પાટીદાર દીકરીના પિતાનો એક વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો જેમાં દીકરીના પિતા જણાવે છે કે મારી દીકરીના જામીન ન થતા હું અમરેલી જેલ પર હતો ત્યાં મને અજાણી વ્યકિતનો ફોન હતો કે તમે ચિતલ રોડ પર આવો ત્યાં હું ગયો ત્યારે ચાર-પાંચ વ્યકિત બેઠા હતા અને મને કેવામાં આવ્યું કે અમે કહીએ તેમ કહો એટલે જામીન મળી જાશે. એક ચેતનભાઇ કરીને લાલાવદરના ભાઇ હતા તેમણે એમ કહ્યું કે તમે કૌશિકભાઇના ફેવરમાં વીડીયો બનાવો એટલે તમારી દીકરી કાલે છુટી જશે. પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું પણ કોઇ સહાય થઇ નથી.

Tags :
amreliamreli newsgovernmentgujaratgujarat news
Advertisement
Advertisement