સરકાર ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપશે
03:58 PM Sep 02, 2025 IST | Bhumika
પાંચ સાધુ-સંતોના પ્રતિનિધિમંડળને મુખ્યપ્રધાનની ખાતરી મળતા પારણા કર્યા
Advertisement
ગૌ માતાને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે નવ દિવસથી અનશન પર બેઠેલા એકલ ધામના મહંત દેવનાથ બાપુના ઉપવાસનો આજે ભવ્ય અંત આવ્યો.
આજે બપોરે 3 વાગે કચ્છના ચુટાયેલા પ્રતિનિધીઓએ બાપુને પારણા કરાવ્યા હતા. આ પ્રસંગે હજારો ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે પાંચ સાધુ-સંતો અને રાજ્ય સરકાર વચ્ચે થયેલી મંત્રણામાં સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની બાહેંધરી આપી હતી.
Advertisement
આ નિર્ણયને ગૌ ભક્તો અને સંત સમાજે આવકાર્યો છે. દેવનાથ બાપુએ જણાવ્યું કે, ગૌ માતાનું સન્માન એ ભારતીય સંસ્કૃતિનું સન્માન છે. આ નિર્ણયથી ગૌ સંવર્ધનને વેગ મળશે. આ અનશન દરમિયાન બાપુની તબિયતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, અને સ્થાનિક વહીવટે પણ સહકાર આપ્યો હતો.
Advertisement