For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

2047 સુધીમાં વિકસિત ગુજરાત માટે સરકારે IIM અમદાવાદ સાથે MOU કર્યા

04:26 PM Dec 10, 2024 IST | Bhumika
2047 સુધીમાં વિકસિત ગુજરાત માટે સરકારે iim અમદાવાદ સાથે mou કર્યા
Advertisement

રાજ્ય સરકારની થિંક ટેન્ક - ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) ની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક સોમવારે ગાંધીનગરમાં યોજાઈ હતી જેમાં તેણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) સાથે તેના જ્ઞાન, કૌશલ્યોનો ઉપયોગ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. રાજ્ય સરકારના મુખ્ય મુદ્દાઓ અને યોજનાઓનો પાર પાડવા માટે કુશળતા અને નેટવર્ક તૈયાર કરવાની ચર્ચા થઇ હતી. 2047 માટે રોડમેપ તૈયાર કરવા નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠકમાં આ વર્ષે જુલાઈમાં થિંક ટેન્કની જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારની બેઠકની અધ્યક્ષતા કરી હતી જ્યાં નવનિયુક્ત GRIT CEO અને નિવૃત્ત IAS અધિકારી એસ અપર્ણા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

આઈઆઈએમએ સાથેના એમઓયુ પર અપર્ણા, આઈઆઈએમએના ડિરેક્ટર ભરત ભાસ્કર અને ગવર્નિંગ બોર્ડના ચેરમેન પંકજ પટેલે હસ્તાક્ષર કર્યા હતા. સુરત પ્રદેશ માટે નીતિ આયોગ દ્વારા અમલમાં મૂકાયેલ ગ્રોથ હબ મોડલને ગુજરાતના અન્ય પ્રદેશોમાં વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી રૂૂષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર આ બેઠકમાં સામેલ હતા. આ બેઠકમાં અન્ય અધિકારીઓ ઉપરાંત સીએમના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા પણ હાજર હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement