લોકોને હેલ્મેટમાંથી મુક્તિ અપાવવા સરકારે હાઇકોર્ટમાં જવું જોઇએ: એડવોકેટ સંજય વ્યાસ
જનતાના હિતમાં નિર્ણય લેવા ગૃહમંત્રીને રજૂઆત
રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી હેલમેટ ફરજિયાત થતા વાહનચાલકો અને પોલીસ વચ્ચે રકઝક જોવા મળી હતી. ત્યારે રાજકોટમાં હેલમેટના કાયદાનો વાહનચાલકો દ્વારા ખોલે આમ વિરોધ કરવામાં આવી રહયો છે. ત્યારે રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસે પણ લોકોને હેલ્મેટમાંથી મુકિત અપવા સરકારે હાઇકોર્ટમાં જવુ જોઇએ અને જનતાના હિતમાં નિર્ણય લેવા ગૃહમંત્રીને રજૂઆત કરી છે.
રાજકોટમાં આજ સવારથી જૂદા જૂદા ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ દ્વારા હેલમેટ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે અને હેલમેટ નહી પહેરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. ત્યારે હેલમેટને લઇને પોલીસ અને વાહન ચાલકો વચ્ચે અનેક સ્થળે બબાલો પણ થઇ હતી અને હેલમેટના વિરોધમાં વિરોધ પક્ષ દ્વારા હેલમેટનો કાયદો રદ કરવા સૂત્રોચ્ચાર સાથે હેલમેટના વિરોધમાં દેખાવા કરવામાં આવ્યા હતા. ત્યારે આમ જનતાની મુશ્કેલીઓને પગલે બાર એસો.ના પ્રમુખ સંજય વ્યાસ દ્વારા બીજી હાઇકોર્ટના હુકમ મુજબ અને પોતાના વિવેક અનુસાર ગુજરાત હાઇકોર્ટે પણ શહેરમાં હેલમેટ જરૂરી નથી તેવો હુકમ કરવો જોઇએ.
બાઇકમાં પાછળ બેઠેલા વ્યકિતઓ પણ ફરિજયાત હેલમેટ પહેરવાના નિયમથી બે-બે હેલમેટ રાખવા કયાં તેવી સમસ્યા ઉભી થાય છે. જેથી લોકોને હેલ્મેટમાંથી મુક્તિ અપવા સરકારે હાઇકોર્ટમાં જવુ જોઇએ અને લોકોના હિતમાં નિર્ણય લેવો જોઇએ. તેવી ગૃહમંત્રીને બાર એસો.ના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસે રજૂઆત કરી છે.